________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
પ્રવચન ક્રમાંક - ૧૦
-
ગાથા ક્રમાંક ૯ સંત ચરણ સેવા
દશમી ગાથાનો પ્રારંભ કરતા પહેલાં નવમી ગાથા સંક્ષેપથી વિચારી જઈએ.
સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજપક્ષ,
પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ. (૯)
Jain Education International
સદ્ગુરુ પ્રાપ્ત થવા મુશ્કેલ છે, પણ પ્રાપ્ત થયા પછી તેમની સાથે ટ્યુનીંગ ન થાય, તાલ ન મળે, ભાવાત્મક મિલન ન થાય, હૃદયના તાર ન મળે, હૃદયનું જોડાણ ન થાય તો તેને સદ્ગુરુ પ્રાપ્ત થયા હોય તો પણ નિષ્ફળ થાય. જેની પાસે પ્રેમની મૂડી છે, સદ્ગુરુ ઉ૫૨ પ્રેમ છે, એ સદ્ગુરુ સાથે તાલ મેળવી શકશે. ભગવાન કૃષ્ણે ભગવદ્ગીતામાં કહ્યું છે કે, ‘શ્રદ્ધાવાન જીમતે જ્ઞાન, તત્પર: સંયàન્દ્રિય: ।′ (૪/૩૬) શ્રદ્ધાની મૂડી જેની પાસે છે, જે પરમાત્મામાં તત્પર છે, ઈન્દ્રિયો જેની સંયત છે, એ જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. પરમકૃપાળુ દેવ કહે છે કે આ ત્રણે વાતો પ્રેમમાં સમાઈ જાય છે. જેમની પાસે પ્રેમની મૂડી નથી, પ્રેમનું અમૃત નથી તે સદ્ગુરુ સાથે તાલ મેળવી શકતો નથી. વ્યક્તિની સાથે પણ તાલ મેળવવો હોય તો પ્રેમની મૂડી જોઈએ. વ્યવહારમાં તાલ મેળવવો હોય તો પણ પ્રેમની મૂડી જોઈએ, પણ પક્ષ પ્રેમ પ્રગટ થવા દેતો નથી. પોતે માનેલા પક્ષનો આગ્રહ પ્રેમની ધારાને તોડે છે. અને ક્યારેક વ્યક્તિ કરતાં પોતાનો પક્ષ, પોતાનો મત, પોતાની માન્યતા મહત્ત્વની બની જાય છે, સત્ય કરતાં પોતાનો આગ્રહ મહત્ત્વનો બની જાય છે, તેથી જ્યાં સુધી પક્ષનો રાગ છે. ત્યાં સુધી સદ્ગુરુ સાથે જોડાણ થાય નહીં.
સૂત્ર સમજી લો, ‘સેવે સદ્ગુરુ ચરણને' પણ કેવી રીતે સેવવા? તો ‘‘ત્યાગી દઈ નિજ પક્ષ.’' પોતાનો પક્ષ, પોતાનો મત, પોતાની માન્યતા છોડીને. શા માટે માન્યતા છોડવી ? જ્યાં સુધી વ્યક્તિની પરિપૂર્ણ અવસ્થા ન આવે ત્યાં સુધી એને જે કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે તે જ્ઞાન ખંડિત હશે, તે પાક્ષિક હશે, સર્વાંગીણ નહીં હોય, સર્વોત્તમ નહીં હોય અને એ
૧૦૧
For Personal & Private Use Only
www.jainelibrary.org