________________
૧૦૮
પ્રવચન ક્રમાંક - ૧૦, ગાથા ક્રમાંક - ૯
અનુભવ થઈ ગયો છે. આ અદ્ભુત વાત છે. અનંતકાળમાં અનંતવાર બાકી બધું જ કર્યું પણ આત્માનો અનુભવ કર્યો નથી. ‘હીરો ઘોઘે જઈ આવ્યો, ડેલે હાથ દઈ આવ્યો.’ બધું જ કર્યું. પણ આ ન કર્યું. ‘હજુ યે ન આવ્યો મારગડાનો અંત.’ જેમણે આત્માનો અનુભવ કર્યો છે, તેમની પાસેથી આત્માની ઝલક મળશે. જેમણે આત્માનો અનુભવ કર્યો છે, તેમની પાસેથી આત્માની વાત મળશે. જેમણે આત્માનો અનુભવ કર્યો છે, તેમની પાસેથી આત્મદર્શનની કેડી મળશે. જે પોતે જાણતો જ નથી અને અનુભવ થયો જ નથી, તેની પાસેથી કેડી ક્યાંથી મળશે ?
આત્મજ્ઞાન વિશે જેની સ્થિતિ છે એટલે આત્મા વિશે જેની સ્થિતિ છે. શરીર તો ગમે ત્યાં કામ કરતું હશે, પણ એ રહ્યા છે આત્મામાં. પૂ. હરિભદ્રસૂરિ મહારાજે બે શબ્દો આપ્યા છે. ‘ચિત્ત પાતી ને કાયપાતી.' શરીર તો સંસારમાં છે, શરીર કાર્યોમાં છે, પણ મન તો આત્મામાં છે-સ્થિર થયું છે. આત્મ અનુભવમાં જેમની સ્થિતિ છે એટલે પરભાવની ઈચ્છાથી જે રહિત થયા છે, હવે એમને પરભાવની ઈચ્છા રહી નથી, કંઈ પણ જોઈતું નથી. ‘જાકુ કછું ન ચાહિયે, વો શાહન કો શાહ.' એ મસ્તી એમનામાં આવી ગઈ છે.
બીજું લક્ષણ સમદર્શિતા-સમદર્શીપણું. શત્રુ, મિત્ર, હર્ષ, શોક, નમસ્કાર, તિરસ્કાર, નિંદા, સ્તુતિ, ગમતું અણગમતું આવા ભાવો પ્રત્યે જેને વિષમ ભાવ થતો નથી. માન-અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણ રે. વંદક, નિંદક સમગણે, ઈશ્યો હોય તું જાણ રે.
આ સમ્યગ્દષ્ટિ છે. આ જાગ્રત છે. આ હૈયાનો ભોટ નથી, ઉપલો માળ ખાલી નથી, મગજના સ્ક્રૂ ઢીલા નથી. એને બધું સમજાય છે, સંવેદનશીલ છે. કોઈ સ્તુતિ કરે તો પણ ભલે. કોઈ નિંદા કરે તો પણ ભલે. આવી નિર્હન્દુ અવસ્થા જેના અંતરમાં આવી ગઈ છે. પરમકૃપાળુ દેવે અપૂર્વ અવસરમાં ગાયું છે કે,
શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો, જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો.
તેમને અંદરમાં સમતા છે, સમતા એ જીવનનો આનંદ છે, જીવનની અવસ્થા છે, એવી સમતા તેમણે પ્રાપ્ત કરી છે. આત્માનુભૂતિ થઈ છે તે એક ઘટના. અને સમતા જીવનમાં પ્રાપ્ત થઈ છે, તે તેમના જીવનની બીજી ઘટના. સમતા એટલે સમભાવ. ભગવાન મહાવીર કહેતા હતા કે 'સમમાવમાવિઅપ્પા, ઇફ મુત્યું ન સંવેદો.’ સમભાવથી જે આત્માને ભાવિત કરે છે, તેને મોક્ષ પ્રાપ્ત થાય જ, તેમાં કોઈ સંદેહ નથી.
હવે ત્રીજું લક્ષણ : ‘વિચરે ઉદય પ્રયોગ.’ ડબ્બો પાટા ઉપર ઊભો છે. ડબ્બો પોતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org