________________
પ્રવચન ક્રમાંક - ૬, ગાથા ક્રમાંક - ૫
પ્રવચન ક્રમાંક - ૬
ગાથા ક્રમાંક - ૫ શુષ્કજ્ઞાની કોને કહેવાય?
બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી
વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહી. (૫) ' ટીકા બંધ મોક્ષ માત્ર કલ્પના છે એવાં નિશ્ચયવાક્ય માત્ર વાણીમાં બોલે છે અને તથારૂપ
દશા થઈ નથી, મોહના પ્રભાવમાં વર્તે છે. એ અહીં શુષ્કજ્ઞાની કહ્યા છે.
બંધ મોક્ષ માત્ર કલ્પના છે, એવાં નિશ્ચયનાં વાક્ય માત્ર વાણીમાં બોલે છે. જીવનમાં કોઈ આંતરિક અવસ્થા નથી, જીવનમાં જ્ઞાન આત્મસાત્ થયું નથી. જીવન જ્ઞાનથી રંગાયું નથી, જીવન ભીનું બન્યું નથી પણ વાણીમાં બોલે છે. આને માયાશલ્ય કહે છે. તત્ત્વાર્થાધિગમમાં એક સૂત્ર છે, "નિઃશન્યો વતી’ (૭/૧૩) વ્રતી-વ્રતવાન કોને કહેવો? નિઃશલ્ય એટલે જેનું હૃદય શલ્ય (કાંટા) વગરનું થયું છે તે વતી. શલ્ય ત્રણ પ્રકારના છે. (૧) માયા શલ્ય -માયા-કપટ એ પણ શલ્ય (૨) નિદાન (નિયાણ):- ભૌતિક કામના એ પણ શલ્ય અને (૩) મિથ્યાત્વ:- વિપરીત માન્યતા એ પણ શલ્ય. આવા ત્રણે ત્રણ શલ્યો જેના અંતઃકરણમાંથી નીકળી ગયા હોય એનું વ્રત વેલીડ એટલે માન્ય ગણાય. જ્ઞાની પુરુષ તેના વ્રતને માન્ય રાખશે, સ્વીકારશે, શાસ્ત્રો એ વાત સ્વીકારશે. હૃદયમાં જુદું ને વાણીમાં જુદું, સમ્યફ સમજણ નહિ અને વાણીમાં માત્ર બોલે છે, પણ તથારૂપ દશા થઈ નથી.
કોઈપણ માણસ પોતાને કરોડપતિ કહેવરાવી શકે છે પણ કરોડપતિ હોવું એ જુદી વાત છે. એક ભાઈએ એક પુસ્તક લખેલું કે કરોડપતિ કેવી રીતે થવાય? એ પુસ્તક લઈને તે મોટા ધનવાનને ત્યાં પહોંચ્યો ને કહ્યું કે, “સાહેબ મેં પુસ્તક લખ્યું છે કે કરોડપતિ કેમ થવાય?” “સારી વાત છે પણ તમે ક્યાંથી આવ્યા?'' તો કહે “દસ કિલોમીટર ચાલીને', “ચાલીને કેમ?” “સાહેબ, પૈસા ન હતા !” કરોડપતિ કેમ થવાય તે પુસ્તક લખી શકાય પણ પુસ્તક લખવાથી કરોડપતિ થવાય એ ન બને. દશા હોવી જુદી વાત છે. અને જ્ઞાન હોવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org