________________
૮૨
પ્રવચન ક્રમાંક - ૮, ગાથા ક્રમાંક - ૭ છે? ખબર છે? આ સંસારનો ઉચ્છેદ કરવા માટે. ત્યાગમાં જ અટકવાનું થાય અર્થાત તે આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે નહિ. તો બે વાતો કરી. ‘ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન', પહેલું સૂત્ર ત્યાગ વિરાગ જ ચિત્તમાં ન હોય તો આત્મજ્ઞાન થાય નહિ. કારણ અંતઃકરણની શુદ્ધિ વિના કોઈ વિચાર જાગે નહિ, વિચાર વિના વૈરાગ્ય થાય નહિ અને જ્ઞાન વિના ત્યાગ ન થાય, ત્યાગ અને વૈરાગ્ય વિના સદાચાર આવે નહિ અને સદાચાર વિના અંતઃકરણ શુદ્ધ થાય નહિ અને અંતઃકરણ શુદ્ધ ન થાય તો આત્મ ઉપદેશનું, આત્મજ્ઞાનનું પ્રતિબિંબ પડે નહીં. ઉપનિષદમાં પણ કહ્યું છે,
આત્મા વારે શ્રોતવ્યો, મંતવ્યો, વિધ્યાસિતવ્યો ! આત્માનું શ્રવણ કરવું, મનન કરવું અને નિદિધ્યાસન કરવું, પણ એ માટે અંતઃકરણને શુદ્ધ કરવું, ચિત્તને શુદ્ધ કરવું. બહુ મોટું કામ છે અંતઃકરણને શુદ્ધ કરવું તે. અંતઃકરણની શુદ્ધિ ત્યાગ વૈરાગ્ય વગર થતી નથી. ત્યાગ વૈરાગ્ય વગર આત્મજ્ઞાન ન થાય એટલે ત્યાગ વૈરાગ્ય જીવનમાં પ્રાપ્ત કરીએ. બીજી વાત કરી જો તમે ત્યાગ વૈરાગ્ય પ્રાપ્ત કર્યા હશે અને આત્મજ્ઞાનની આકાંક્ષા નહીં હોય અને આત્મજ્ઞાન જો પ્રાપ્ત ન થાય તો ત્યાગ વૈરાગ્ય હોવા છતાં ત્યાગ વૈરાગ્યમાં અટકવાપણું થશે. ત્યાગ વિરાગમાં અટકવાપણું થાય એટલે મોટું માઠું પરિણામ આવે. “તો ભૂલે નિજ ભાન” ઉપર જ્ઞાન ન થાય એ વાત આવી અને નીચે વાત આવી કે ભાન ભૂલી જાય. જ્ઞાન ન થાય તે ઠીક છે, પણ ભાન જ ભૂલી જાય. સમજાય છે? જ્ઞાન ન થાય એ તો સમજાય પણ ભાનને ભૂલી જાય. એમ કેમ થાય છે? તો અજ્ઞાન હોવાના કારણે ત્યાગ વૈરાગ્ય આદિનું માન ઉત્પન્ન કરવા અર્થે, બીજાઓ માન આપે તેના માટે સર્વે સંયમ આદિની પ્રવૃત્તિઓ થઈ. અજ્ઞાન હશે તો જશે ક્યાં? અજ્ઞાન કામ કર્યા વગર નહિ રહે, અજ્ઞાન અહંકારમાં લઈ જાય. અજ્ઞાન માનમાં લઈ જાય. અજ્ઞાન સત્તામાં લઈ જાય. અજ્ઞાન લોકેષણામાં લઈ જાય. પોતાની પૂજા, પ્રતિષ્ઠામાં આનંદ આવે. અજ્ઞાનની પીડા જેવી તેવી નથી અને અજ્ઞાનમાં રસ પણ છે કોઈ પોતાની પ્રશંસા કરે તો સારું લાગે ને કહે કે આ ભાઈ સમજુ છે, તેને ખબર પડે છે કે કોને માન આપવું કે ન આપવું. હજારો માણસો હોય, માન પ્રતિષ્ઠા થતી હોય, તેણે આવો ત્યાગ કર્યો, આવો ત્યાગ કર્યો, એમ કહે પછી તે ત્યાગી કહે કે અરે ભાઈ અમે ક્ષુદ્ર છીએ, તુચ્છ છીએ. અમે શું ત્યાગ કર્યો છે? અમારા પહેલાં થઈ ગયા છે તેઓએ મોટો ત્યાગ કર્યો છે. અમે કંઈ પણ ગણત્રીમાં નથી. પણ જો બીજા કોઈ એમ કહે કે તમે ગણતરીમાં નથી તો પિત્તો ફાટી જાય. શ્રીમજીને સમજો. એક એક વાતનો સિદ્ધાંત સ્પષ્ટ કર્યો છે અને એટલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org