________________
૯૪
પ્રવચન ક્રમાંક - ૯, ગાથા ક્રમાંક - ૮ આવતીકાલે પાઠ પૂછવામાં આવશે.” દુર્યોધને કહ્યું કે, “ક્રોધ ન કરવો અને જાકું ન બોલવું તે અત્યારથી યાદ રહી ગયું છે તેમાં આવતીકાલની ક્યાં જરૂર છે?' બીજા દિવસે ફરી પાંડવો અને કૌરવો આવ્યાં. પહેલાં દુર્યોધનને પૂછ્યું કે “પાઠ તૈયાર થઈ ગયો?' તો કહે
હા”, “શું તૈયાર થયું ?', તો કહે “ક્રોધ ન કરવો.” એક તમાચો દુર્યોધનને માર્યો અને દુર્યોધને કહ્યું “સાહેબ ! તમે અમારા પગારદાર નોકર છો, અને હું તો ધૃતરાષ્ટ્રનો પુત્ર છું. તમે મને તમાચો મારો તે ન ચાલે અને પાઠ તો તૈયાર થઈ ગયો છે.” અને બીજો તમાચો માર્યો, “પાઠ ક્યાં તૈયાર થઈ ગયો છે? ક્રોધ ન કરવો અને જુઠું ન બોલવું તો તું ક્રોધ તો કરે છે અને પાઠ પણ થઈ ગયો છે તેમ જુઠું બોલે છે.” આવું બન્યું હોય કે ન બન્યું હોય, પણ દંતકથા છે. પછી ધર્મરાજાને પૂછ્યું કે “પાઠ તૈયાર થઈ ગયો છે?' ધર્મરાજાએ કહ્યું, “બહુ મહેનત કરી, આખી રાત મહેનત કરી પણ પાઠ તૈયાર થઈ શક્યો નથી. તેમને પણ એ જ પ્રસાદ-ચમચમતો તમાચો. એક તમાચો પડ્યો, શાંત. બીજો તમાચો પડ્યો, શાંત. ત્રીજો તમાચો પડ્યો, શાંત. ધર્મરાજાએ કહ્યું, “ગુરુદેવ ! હવે પાઠ આવડી ગયો.” પાઠ ઘણો કઠિન છે. આ પ્રયોગ છે. વાંચી જવું તે વાત જુદી છે અને જીવનમાં પ્રસંગ આવે ત્યારે ક્રોધ ન કરવો તથા જુઠું ન બોલવું તે જુદી વાત છે. સમજવું અને આચરવું એ બે વચ્ચે અંતર છે.
જ્યાં ત્યાગ વૈરાગ્ય યોગ્ય હોય ત્યાં ત્યાગ વૈરાગ્ય આદિ સમજવું. જ્યાં આત્મજ્ઞાન યોગ્ય હોય ત્યાં આત્મજ્ઞાન સમજવું. શુષ્કજ્ઞાનીને એમ કહ્યું કે તારા માટે ત્યાગ વૈરાગ્ય
અનિવાર્ય છે અને ક્રિયાજડને એમ કહ્યું કે તારા માટે આત્મજ્ઞાન અનિવાર્ય છે. આ બંનેનો તાર જીવનમાં મળવો જોઈએ. એમ જે સમજે અને એ પ્રમાણે પ્રવર્તે તે આત્માર્થી જીવ છે. તેનો માર્ગ બહુ સરળ થઈ જશે. સાધના સરળ થઈ જશે. કશી મૂંઝવણ નહિ રહે, કોઈ સમસ્યા નહીં રહે.
પરમકૃપાળુ દેવનું એક નાનકડું વાક્ય છે. “માન ન હોય તો મોક્ષ અહીંયા જ છે.” મોક્ષ મેળવવા જવાની જરૂર નથી. જીવને આ માન નડે છે. કબીરજીએ કહ્યું છે કે “જાતે હે પ્રભુ મિલનકો ઔર બીચ મેં બડી લંબી તલવાર.' પ્રભુને મળવા અમે નીકળ્યા હતા અને વચમાં લાંબી લાંબી તલવારો અમને મળી, એકનું નામ છે માન અને એકનું નામ છે મત. આ માન અને મત એ બેનો અર્થી હોય તે યોગ્ય માર્ગને ગ્રહણ કરી શકશે નહિ. ક્રિયામાં જ જેને દુરાગ્રહ થયો છે એવો મતાર્થી અને શુષ્કજ્ઞાનમાં જેને અભિમાન થયું છે તથા જ્ઞાનીપણું માની લીધું છે એવો તે માનાર્થી જીવ પોતાની સાધના પોતે કરી શકશે નહિ.
સમજવું પણ યથાર્થ અને આચરવું પણ યથાર્થ. અમે જે વાતો કરીએ છીએ તે એક સાથેની ઘટના છે. સમજે કોક અને આચરે કોક તેવી વાત નથી. જે સમજે તે જ આચરે અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org