________________
૯૨
પ્રવચન ક્રમાંક - ૯, ગાથા ક્રમાંક - ૮ ન લેવો. તમને એમ નથી લાગતું કે આટલી બધી પરતંત્રતા અમારા ઉપર લાદો છો ? પરતંત્ર બનાવવા ગુરુદેવને વાત કરવી નથી, પણ કારણ જુદું છે. સાધના કરતાં કરતાં અંદરની વૃત્તિઓનો ઉછાળો આવે છે. તે વખતે સદ્ગુરુ એમ કહેશે કે આનાથી દૂર રહો. એક ભાઈને ગેસ થતો હતો. ડૉક્ટરે કહ્યું કે “વાયુ થાય તેવો ખોરાક ન ખાશો.” ઓલાએ કહ્યું, “ઢોકળા ખવાય કે નહિ?' ડૉક્ટરે કહ્યું, “ઢોકળા ન ખવાય” “તો સાહેબ, પછી ઈડલી ખવાય કે નહિ?” જીવની પસંદગી ઊંધી જ છે. જીવને શું હિત કરનાર છે અને શું અહિત કરનાર છે એ સદ્ગુરુ બરાબર જાણે છે. સાતસો શ્લોક કહ્યા પછી કૃષ્ણ અર્જુનને કહ્યું કે “હે અર્જુન ! તું તારી જેમ ઇચ્છા હોય તેમ કર, અમારે તને કંઈ કહેવું નથી.” પણ અર્જુને કહ્યું,
नष्टो मोह: स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत।
स्थितोऽस्मि गतसन्देह: करिष्ये वचनं तव ।। હે અશ્રુત ! મારામાં પરિવર્તન થઈ ગયું, મારો મોહ ચાલ્યો ગયો, આપની કૃપાથી મને આત્માનું ભાન થયું અને સંદેહ વગરનો હું થયો. હવે આપના વચન પ્રમાણે હું ચાલીશ. વચન એટલે આજ્ઞા.
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.
આ એક સાદી વ્યાખ્યા આપી. અહીં બે વાતો કરી છે. સમજણ પણ યથાર્થ જોઈએ અને આચરણ પણ યથાર્થ જોઈએ. સમજણ કેવી જોઈએ? કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં તે સમજે, આ સમજણનું સીધું દઢીકરણ શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. પરમકૃપાળુ દેવે પત્રાંક નંબર પચીશમાં બહુ મહત્ત્વની વાત કરી છે પણ એ તરફ ધ્યાન બહુ ઓછુ જાય છે. શાસ્ત્રોનું ચાર અનુયોગમાં વિભાજન કર્યું છે. દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ અને ગણિતાનુયોગ. મન જો શંકાશીલ થયું હોય તો દ્રવ્યાનુયોગનો વિચાર કરવો યોગ્ય છે. જો તત્ત્વનિર્ણય કરવો હોય, મનની શંકાને દૂર કરવી હોય તો તેણે ઊંડાણમાં જવું જોઈએ. નિઃશંક અવસ્થા પ્રાપ્ત કરવી હોય તો દ્રવ્યાનુયોગ વિચારવા યોગ્ય છે. તે માટે અધ્યાત્મના ગ્રંથો, દ્રવ્ય, ગુણ, પર્યાય, નય, નિક્ષેપ, પ્રમાણ, સતભંગી, ગુણસ્થાનક, કર્મ, વેશ્યા, માર્ગણા આ વિચારવા યોગ્ય છે. કારણ? મન શંકાશીલ છે. આત્મા છે કે નહિ? છે તો નિત્ય છે કે નહિ? આત્મા કર્મ કરે છે કે નહિ? આત્મા કર્મનું ફળ ભોગવે છે કે નહિ? આવી શંકા જો થતી હોય તો દ્રવ્યાનુયોગનો વિચાર કરવા યોગ્ય છે.
જો મન પ્રમાદી બન્યું હોય, વિષયોથી અને વાસનાઓથી ઘેરાયેલું હોય તો તે વખતે ચરણકરણાનુયોગ વિચારવો. ઈન્દ્રિયોને વશમાં રાખવી તથા ચારિત્રનું આચરણ કેમ કરવું તેનું વર્ણન જેમાં આવ્યું હોય તે ચરણકરણાનુયોગના ગ્રંથો કહેવાય. ચરણકરણાનુયોગમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org