________________
૮૦
પ્રવચન ક્રમાંક - ૮, ગાથા ક્રમાંક - ૭
આત્મજ્ઞાન પ્રાપ્ત થાય.
‘ત્યાગ વિરાગ નચિત્તમાં, થાય ન તેને જ્ઞાન. જો ત્યાગ, વૈરાગ્ય ચિત્તમાં ન હોય તો આત્મજ્ઞાન થતું નથી. ત્યાગ વૈરાગ્યનું અત્યંત મહત્ત્વ છે. બહુ મોટી ઘટના છે. પણ શાસ્ત્રો એમ કહે છે કે આ ઘટના મોટી તો છે પણ અટકે ત્યાગ વિરાગમાં', અટકવાનો રસ્તો પણ અહીં જ છે. ત્યાગ વૈરાગ્ય પ્રાપ્ત થયા પછી એ અટકે પણ છે.
અટકે એટલે આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે. ત્યાગ વૈરાગ્ય અંતિમ પગથિયું નથી. ત્યાગ વૈરાગ્ય પછી પણ એક પગથિયું છે અને તે છે આત્મજ્ઞાન. ત્યાગ વૈરાગ્ય સાથે આત્મજ્ઞાન ન હોય તો શું અવસ્થા હોય? શું ઘટના ઘટે? તો એમ કહે છે કે તે પોતાનું ભાન ભૂલે છે. ઉપર વાત કરી કે ત્યાગ વૈરાગ્ય વગર આત્મજ્ઞાન થાય નહિ. ગાથામાં શબ્દ છે કે ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન.' અહીં જ્ઞાન શબ્દ મૂક્યો છે, પરંતુ ઉપરની છઠ્ઠી ગાથા વિરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન', તેમાંથી આતમ શબ્દ લેવો એટલે આત્મજ્ઞાન શબ્દ થયો. ત્યાગ વૈરાગ્ય ચિત્તમાં ન હોય તો આત્મજ્ઞાન ન થાય તે એક પાસુ, પણ “અટકે ત્યાગ વિરાગમાં', અટકે એટલે શું? શું કારણ અટકવાનું? આટલો મોટો ત્યાગ કર્યો અને વૈરાગ્ય થયો તો પણ અટકે? અટકે એટલા માટે કે ત્યાગ વૈરાગ્ય પ્રાપ્ત થવા છતાં આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે. ભાર ક્યાં મૂકવાનો? જોર શેના ઉપર મૂકવાનું? પ્રતિપાદન
ક્યાં કરવાનું? તો એમ કહે કે આ બધા સાધનો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા અર્થે છે અને તમામ પ્રક્રિયાઓ આત્મજ્ઞાનના અર્થે છે. આ બધુ જ કરતાં જો આત્મજ્ઞાન ન પ્રાપ્ત થયું, આત્મ અનુભવ ન થયો તો બધું કરેલું નિષ્ફળ છે, સફળ નથી. આ માત્ર જૈન પરંપરામાં જ કહ્યું છે એવું નથી. નરસિંહ મહેતાએ પણ કહ્યું છે, તેમણે સીધી વાત કરી છે કે
જ્યાં લગી આત્મા તત્ત્વ ચિહ્નો નહિ, ત્યાં લાગી સાધના સર્વ જૂઠી. તેઓએ તો સ્પષ્ટ શબ્દોમાં વાત કરી, ભલે ને તમે સાધના કરો, પણ જ્યાં સુધી આત્મતત્ત્વની અનુભૂતિ નહિ થાય, ત્યાં સુધી તમારી સાધના સફળ નથી. જો આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય તો અજ્ઞાન કહેવાય. સૂર્ય નથી તો અંધારું હોય. જ્ઞાન નથી તો અજ્ઞાન હોય. ત્યાગ વૈરાગ્ય સાથે અજ્ઞાન હોય તો એ અજ્ઞાન આત્મજ્ઞાન તરફ વળવાને બદલે પૂજા, સત્કાર, પ્રશંસા, પ્રતિષ્ઠા, માન, મર્તબો, મોભો એના તરફ લઈ જાય અને એનાથી એ પરાભવ પામે, એ હારી જાય, એ અટકી જાય. અને આત્માર્થ છૂટી જાય. કોઈ પૈસાવાળા હોય, તેમનું કોઈ સન્માન કરે તો ભલે, કારણ પૈસા એની પાસે છે. કોઈ ચૂંટણી જીત્યા હોય અને તેનું સન્માન કરે તો હા, તે ચૂંટણી જીત્યા છે. કોઈ ગવર્નર કે પ્રધાન બને તો કોઈ એનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org