________________
૫૮
પ્રવચન ક્રમાંક - ૬, ગાથા ક્રમાંક - ૫ પણ જોઈએ છે, તેમાં અટવાય છે. દંભ, આડંબર કરી શકે તેમ છે. લોકેષણામાં જીવે છે. એને રાગની મીઠાશ છે અને સ્વચ્છંદમાં જીવે છે. તેને જ્ઞાનાવરણીય કર્મનો પ્રચંડ ક્ષયોપશમ છે, પણ મોહનીય કર્મનો ક્ષયોપશમ નથી. લોકો તેને જ્ઞાની કહે છે અને તે પોતાને જ્ઞાની મનાવે છે. આવા લોકો જુદા જુદા મતો ઊભા કરે છે. જુદા જુદા વાડા ઊભા કરે છે. શુષ્કજ્ઞાનીનું આ કામ છે. ક્રિયાજડ ઓળખી શકાશે પણ શુષ્કજ્ઞાની ઓળખવા મુશ્કેલ છે. એ ધ્યાનની વાત કરશે, એ જ્ઞાનની વાત કરશે, એ આત્માની વાત કરશે, આત્મા અજર છે, અમર છે, તેની વાત કરશે, અને બંધ મોક્ષ છે કલ્પના', આત્મા બંધાતો નથી, બંધાણો હોય તો મુક્ત થવાનું હોય ને? મુક્ત જ છે. પરંપારિણામિક ભાવથી એ મુક્ત છે. તેને મોક્ષ
ક્યાં મેળવવો છે? એ તો મોક્ષમાં છે. તે કલ્પના કરે છે કે હું બ્રહ્મ, તું બ્રહ્મ, સર્વ જગત બ્રહ્મ અને અંદરમાં માયા ભરી હોય આને કહેવાય છે શુષ્કજ્ઞાની, આવો શુષ્કજ્ઞાની બહુ જોખમી છે.
બે વાતો કરી, શુષ્કજ્ઞાની અને ક્રિયાજડ. પાંચ ગાથાઓ પૂરી થઈ ગઈ. ફરી જ્યારે મળીશું ત્યારે આગળની ગાથા વિચારીશું.
ધન્યવાદ આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org