________________
૬૪
પ્રવચન ક્રમાંક - ૭, ગાથા ક્રમાંક - ૬ અને બેઠા થાવ. સૂર્ય આકાશમાં આવે છે અને તમે બેઠા થાવ છો. ફૂલ નથી કહેતું કે તમે આવો પણ ફૂલની સુગંધ આવે છે અને તમે તેની પાસે જાવ છો. નદી નથી કહેતી કે તમે મારી પાસે આવો, પણ તમે તરસ્યા થાવ છો અને નદી પાસે જાઓ છો. - સત્પુરુષ સમ્યગ્દષ્ટિ બનાવીને વીતરાગ પુરુષ બનાવવાનું કામ કરે છે. મોહથી મુક્ત બનાવવાનું, અજ્ઞાનથી મુક્ત બનાવવાનું કામ સત્પુરુષ કરે છે. જ્ઞાની પુરુષને જગતનાં જીવો સાથે કોઈ વ્યક્તિગત સંબંધ નથી. તેઓ વિરક્ત છે. સબંધ હોય તો અંશે રાગ થાય, મમત્વ થાય. જ્ઞાની પુરુષની આજુબાજુમાં હજારો માણસો હોય તો પણ તેમને સંબંધ નથી અને સંબંધ જો બાંધે તો મતાર્થીને મુમુક્ષુ બનાવવા અને મુમુક્ષુને સમ્યગ્દષ્ટિ બનાવવા અને સમ્યગ્દષ્ટિને વીતરાગ બનાવવા બાંધે છે. આ એમનું અભિયાન છે. ઘડતરનું કામ તેમને કરવાનું છે. તમારી પ્રશંસા પ્રાપ્ત થાય કે વખાણ પ્રાપ્ત થાય અને તમે માન, મોટાઈ કે પ્રતિષ્ઠા આપો તે પોષવા માટે સત્પુરુષો તમારી સાથે સંબંધ રાખતાં નથી અને છેલ્લી વાત, તમારી કોઈ પણ ભૌતિક ઇચ્છા પૂરી કરવા પુરુષો સંબંધ રાખતાં નથી.
આપણી ઘણી બધી માગણીઓ છે, આપણે તો માગતા જ આવ્યા છીએ. એક અર્થમાં આપણે માંગણ જ છીએ, ભગવાન પાસે માંગીએ, સદ્ગુરુ પાસે માંગીએ. સપુરુષ કહે છે કે જો વીતરાગતા પ્રાપ્ત કરવી હોય તો જ અમારી પાસે આવજો. ૨૨ મી ગાથા વચમાં છે આગળ જે વાત કરવાની છે તેને માટે પણ ચેતવણી ત્યાં આપશે અને હવે જે વાત કરવાની છે તેની ચેતવણી પણ ત્યાં આપશે.
હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર,
હોય મતાર્થી જીવ તે અવળો લે નિર્ધાર | ૨૨ .. “જે મોક્ષાર્થી જીવ હોય જેનું પ્રયોજન મોક્ષ છે, મુક્તિ છે, જેનું પ્રયોજન અજ્ઞાનમાંથી મુક્ત થવાનું છે એવો જીવ એ વિનય આદિ માર્ગનો વિચાર કરશે. આગળ ગાથા છે.
જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન,
ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. આ વિનયની ટોચની વાત થઈ ગઈ. જેમને કેવળજ્ઞાનની અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ હોય, પરિપૂર્ણ અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ હોય અને આખી ચેતના પૂરેપૂરી ખીલી ગઈ હોય, જેઓ કૃતકૃત્ય બન્યા હોય, જેમને કંઈપણ કરવાનું બાકી રહેતું ન હોય અને જેમણે બધું જ કરી લીધું હોય, જેઓ મોહથી મુક્ત બન્યા હોય, અજ્ઞાનથી મુક્ત બન્યા હોય એવા વિતરાગ સર્વજ્ઞ ભગવાન (શિષ્ય) છબ0 ગુરુનો વિનય કરે છે. કોઈ કોઈ વખત એવી ઘટના ઘટે કે શિષ્ય સર્વજ્ઞ બને અને ગુરુ છદ્મસ્થ હોય ! આવી ઘટના આ ધરતી ઉપર ઘટી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org