________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા સૂત્ર, આત્મજ્ઞાનની પ્રાપ્તિના એ હેતુ બની જાય તો પણ તે સફળ છે.
આત્મજ્ઞાન માત્ર વાંચવાથી પ્રાપ્ત નહિ થાય, આત્મજ્ઞાન માત્ર તત્ત્વચર્ચાથી પ્રાપ્ત નહિ થાય, આત્મજ્ઞાન માત્ર ગ્રંથો કંઠસ્થ કરવાથી કે પારાયણ કરવાથી નહિ થાય. આત્મજ્ઞાન માટે વૈરાગ્ય, ત્યાગ અને અંતરંગ અવસ્થા પણ જોઈશે. આપણે શાસ્ત્રો વાંચતા હોઈએ તો સારું લાગે છે, સમય પસાર થાય છે, સમય સારો જાય છે અને વાંચવાની મજા આવે છે. શાસ્ત્રો મજા માટે છે? ના. શાસ્ત્રો ચિંતન માટે છે. શાસ્ત્રો પરિવર્તનની અવસ્થા માટે છે. શાસ્ત્રો ઘટના માટે છે. તો અંતરની અવસ્થામાં ત્યાગ હોય, વૈરાગ્ય હોય સંસારના પદાર્થો પ્રત્યે મમત્વ ન હોય અને આત્મજ્ઞાન હોય તો સફળ છે. સફળ છે એટલે ? આત્મજ્ઞાન હોય તો વૈરાગ્ય સફળ છે, આત્મજ્ઞાન હોય તો ત્યાગ સફળ છે. આત્મજ્ઞાન હોય તો કરુણા સફળ છે. સફળ છે એટલે ફળ સહિત, પરિણામ સહિત છે. શું ફળ જોઈએ છે? કયું પરિણામ જોઈએ છે? તો પરમકૃપાળુ દેવ કહે છે કે ભવનું મૂળ છેદે તેવું પરિણામ જોઈએ છે. સંસારનું મૂળ છેદી નાખવું છે. જગતમાં વૃક્ષોને કાપવામાં આવે છે શોભા થાય, સારા દેખાય, સુંદર દેખાય એટલા માટે. અહીં એમ કહે છે કે સંસારનું કટીંગ કરવાનું નથી, તેનું મૂળ જ ઉખેડી નાખવાનું છે. આમ આ જ્ઞાની પુરુષોને કહેવું છે. આત્મજ્ઞાન થયા સિવાય ભવનું મૂળ છેદી શકાતું નથી. આનો અર્થ એવો થયો કે, સદ્ગણોની વૃદ્ધિ થઈ આનંદની વાત, નીતિ, ન્યાય, સદાચાર, અહિંસા, સત્ય, અપરિગ્રહ સગુણોનો વિકાસ થયો, તમે શુભ પ્રવૃત્તિ કરો છો આનંદની વાત અને સાથે વૃત્તિઓનું નિરાકરણ થાય તે આનંદની વાત પણ અમારે એ જાણવું છે કે સાથે આત્મજ્ઞાન છે?
આત્મજ્ઞાન નથી, કંઈ વાંધો નહિ, પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં હેતુ માટે અમે આ કરીએ છીએ તો લક્ષ બદલાઈ જાય છે, હેતુ બદલાઈ જાય છે. તમામ પ્રવૃત્તિ એક માત્ર આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે જ કરવાની છે.
જીવમાં પ્રથમ આ ગુણો જેવા કે ત્યાગની, વૈરાગ્યની, કરુણાની શું જરૂર છે? જરૂર એટલા માટે છે કે એ ગુણો જો આવે તો સદ્ગુરુનો ઉપદેશ પરિણમે. સદૂગુરુનો ઉપદેશ એક વાત અને સદ્ગુરુનો ઉપદેશ અંદર પરિણમવો બીજી વાત. દૂધ પીવો તો દૂધ પચાવવું પડે, તમે મીઠાઈ ખાધી તો અંદરમાં એણે કામ કર્યું? અંદર લોહી બન્યું? ફેરફાર થયો? જ્ઞાન પ્રાપ્ત કરવું એક વાત અને જ્ઞાન પરિણમવું બીજી વાત. આ બંને વચ્ચેનો ભેદ સમજી લેજો. ઢગલાબંધ જ્ઞાન હશે, પણ જ્ઞાન જો પરિણમ્યું નહિ હોય તો નહીં બચાવે. તરસ લાગી હોય અને દરિયાકાંઠે ઊભો હોય, અફાટ પાણી દરિયામાં ભરેલું છે પણ જે તૃષાતુર છે, જેને તરસ લાગી છે તેને એક પ્યાલો પાણી પણ દરિયાનું કામ નહિ લાગે. કારણ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org