________________
૩૪
પ્રવચન ક્રમાંક - ૪, ગાથા ક્રમાંક - ૩ પણ જોરથી કોણી મારી. પાછળવાળાએ પૂછ્યું “ઐસા ક્યું કરતે હો? યુવાન કહે કે આગે સે ચલી આતી હૈ હમ કુછ જાનતે નહિ.” આને ક્રિયાજડ કહે છે. સૌથી મોટી મુશ્કેલી તો એ છે કે “માને મારગ મોક્ષનો', પોતે જે કરે છે તેને મોક્ષનો મારગ માને છે. આને શું કહેવું? તે એવો આગ્રહી, કદાગ્રહી છે કે ટસ સે મસ નહિં હોતા, સૂનતા ભી નહીં, અપની બાત છોડતા હી નહીં, “જો હમ કહેતે હૈ, કરતે હૈ, વહી સત્ય હૈ” એમ કહે છે. ક્રિયાજડતામાં ને શુષ્કજ્ઞાનમાં મોક્ષનો મારગ માને છે એવા અજ્ઞાની જીવોને જોઈને જ્ઞાનીઓને કરુણા આવે છે, તેથી કહ્યું કે “કરુણા ઉપજે જોઈ.” શુષ્કજ્ઞાનવાળો કેવો હોય તેનું વર્ણન હવે આગળની ગાથામાં આવશે.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org