________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન કર્યું, અને તેથી તેમની સમકિતની શ્રદ્ધા ઘણી દઢ થઈ અને આગમોના શ્રોતા થવા માટે એગ્ય અધિકારી થયા એથી તેમની વિનંતિ માન્ય રાખી ને પેથાપુર થઈ અમદાવાદ ચોમાસુ કર્યું તે વખતે ગ્રંથ ઉપર વિવેચન લખવાનું શરૂ કર્યું અને સાણંદમાં વિક્રમ સં. ૧૯૬૩ ની સાલમાં ચોમાસું ત્યાંના સંઘના આગ્રહથી કર્યુંતે વખતે ત્યાં બાકી રહેલા દુહાએ ઉપરનું વિવેચન વિ. સં. ૧૯૯૩ ના શ્રાવણ શુદિ ૧૫ના રોજ પૂર્ણ કર્યું, અને ગ્રંથ પૂર્ણ કર્યું, અને ત્યાં છેવટે ગ્રંથની પ્રશસ્તિ રચી અને માણસાના સુશ્રાવક શા. વીરચંદભાઈના આગહથી આ ગ્રંથ તેમના હિતાર્થે રચે છે, એમ પ્રશસ્તિમાં દર્શાવ્યું છે. અને આ ગ્રંથ શા. વિરચંદ કૃણાજીના આગ્રહથી તેમના પુત્ર શા. ચંદુલાલ વીરચંદ તથા શા. ભેગીલાલ વીરચંદની સ્વર્ગવાસી માતુશ્રી ચંચળબાઈના પુણ્યસ્મરણાર્થે કહાડેલા રૂપીઆમાંથી આ ગ્રંથ પ્રથમવૃત્તિ તરીકે અમદાવાદ સત્ય વિજય પ્રિન્ટીંગ પ્રેસમાં વિ. સંવ ૧૯૬૪ માં છપાવીને પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, અને તેની પ્રથમવૃત્તિની પ્રસ્તાવના પણ તે સાથે છપાવીને પ્રસિદ્ધ કરી હતી કે જે પ્રસ્તાવના ઉપયોગી હોવાથી દ્વિતીયાવૃત્તિ પ્રસંગે પણ કાયમ રાખી આ પુસ્તક જોડે જેઠ દેવામાં આવી છે, આત્મપ્રકાશ ગ્રંથમાં અધ્યાત્મ જ્ઞાન, દ્રવ્યાનુગ જ્ઞાન, ઘણું પ્રકાશિત થયું છે, અને તેની કેપીઓ જે પહેલાં
For Private And Personal Use Only