________________
જે જ્ઞાન કરીને જગત જાણી શકાય, જોઈ શકાય અને અનુભવી શકાય, એનું ફળ જ આનંદ.
ક્રમિક માર્ગે કેવળજ્ઞાન થયા પછી વિજ્ઞાન સ્વરૂપ થાય. અક્રમ માર્ગે વિજ્ઞાન સ્વરૂપ આત્માના અનુભવ-લક્ષ-પ્રતીતિ પ્રાપ્ત થઈ જાય છે, તેથી ચિંતા ખલાસ થઈ જાય છે.
[૧.૩] ચૈતન્યઘન સ્વરૂપ આત્મા પોતે ચૈતન્યઘન સ્વરૂપ છે. ઘન એટલે નક્કર અને ચૈતન્ય એટલે જ્ઞાન અને દર્શન. નક્કર એટલે એના ટુકડા થઈ શકે નહીં, કોઈ કરી શકે નહીં. બરફ જેમ પાણીનો બનેલો છે તેમ આત્મા જ્ઞાનનો પીંડ છે. અનંત પ્રદેશ અનંત જ્ઞાન છે. આત્મા સ્વાભાવિક વસ્તુ છે. શાશ્વત ચૈતન્યવાળો છે.
જાણવાનો, લાગણીવાળો સ્વભાવ છે આત્માનો. બીજા કોઈ તત્ત્વો જોઈ-જાણી શકે નહીં. જ્ઞાન-દર્શન એટલે હલન-ચલન નહીં પણ જોવુંજાણવું અને એના પરિણામે સુખ ઉત્પન્ન થાય. આ ત્રણ ભેગા થાય એને પરમ જ્યોતિસ્વરૂપ ચૈતન્ય કહેવાય.
મગના દાણાને પલાળે તો ફણગા ફૂટે, તે કાંકરામાં એવી લાગણી ના દેખાય. જ્યાં લાગણી છે, જ્ઞાન છે, ત્યાં આત્મા છે.
ચૈિતન્ય સત્તા જ પોતે અવિનાશી હોવાથી આ સંસારની બધી વિનાશી ચીજોને વિનાશી સમજી શકે. અજ્ઞાની પણ આ ચીજો વિનાશી છે સમજી શકે માટે તે પોતે અવિનાશી હોવો જોઈએ. પણ એ પોતાને અનુભવ થયો નથી.
ચૈતન્ય સત્તાનો અનુભવ થયો ક્યારે કહેવાય કે કોઈ નુકસાન કરે, અપમાન કરે તોયે રાગ-દ્વેષ ના થાય. સંસારમાં હોય છતાં નિર્લેપ જ હોય પોતે.
આ અક્રમ જ્ઞાન પામ્યા પછી મહાત્માઓ “ફાઈલ નંબર વન' કહે છે. એટલે પોતે ચૈતન્યઘન સ્વરૂપ આત્મા જ થઈ ગયો અને પોતાના સિવાય બધું અનાત્મા એ ફાઈલમાં આવી જાય.
જેમ જેમ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની પાંચ આજ્ઞામાં પુરુષાર્થથી આગળ વધતો જાય તેમ તેમ કેવળજ્ઞાન સ્વરૂપ પોતાનું જોવાય. એટલે એ
26