________________
પરિણામ પામ્યું નથી. હા, તીર્થંકર ભગવંતોએ જે સ્વરૂપ જોયેલું છે એ જ સ્વરૂપ અમે જોયેલું છે. જે આત્માનું છેલ્લામાં છેલ્લું સ્વરૂપ, નિરાલંબ સ્વરૂપ, એ કેવળજ્ઞાન સ્વરૂપ છે.’
મૂળ આત્મા એવી જગ્યા છે કે જ્યાં પુદ્ગલ પહોંચતું જ નથી, એની બાઉન્ડ્રીમાં. આને આ કાળમાં કેવળજ્ઞાન જ કહેવાય, છતાં સાચું કેવળજ્ઞાન આ કાળમાં આ ક્ષેત્રે થાય એવુંય નથી.
આ જ્ઞાનની વાત ઓરિજિનલ ટેપરેકોર્ડર મારફત નીકળે છે. આ માલિકી વગરની વાણી છે. આ વાણી મારીયે નથી, દાદા ભગવાનનીયે નથી.
નિરાલંબ સ્વરૂપ જોયું કોણે ? એ પ્રજ્ઞાનું કામ છે. જ્યાં સુધી કેવળજ્ઞાન સમજમાં હોય ત્યાં સુધી પ્રજ્ઞા બહાર કામ કરે અને કેવળજ્ઞાન જ્ઞાનમાં આવે ત્યારે પ્રજ્ઞા મૂળ સ્વરૂપમાં ફિટ થઈ જાય. દાદાશ્રી કહે છે કે અમને કેવળજ્ઞાન થયું નથી, છતાં અમે કેવળજ્ઞાન શું છે એ અમે જોયેલું છે.
દાદાશ્રી કહે છે કે અમે કેવળજ્ઞાન સ્વરૂપની સ્થિતિમાં નિરંતર નહીં રહેવાનું કારણ એ અમારો અંતરાય છે. અમે એ અંતરાય તોડવા ના જઈએ. એની મેળે સહજ તૂટવા જોઈએ. અમારી સહજ દશા હોય.
દાદાશ્રી કહે છે, અમે જ્ઞાની પુરુષ કેવળજ્ઞાન સ્વરૂપમાં રહેવાના આશયમાં જ હોઈએ. છતાં આ કાળને લીધે અખંડપણે રહી શકાતું નથી. પોતે એ ‘કેવળજ્ઞાન સ્વરૂપ'ને જાણતા હોય પણ આ કાળની ઈફેક્ટ જોશબંધ હોવાથી કેવળજ્ઞાન સ્વરૂપમાં નિરંતર રહી શકાતું નથી.
કેવળજ્ઞાન એ જુદી વસ્તુ છે અને કેવળજ્ઞાન સ્વરૂપ એ જુદી વસ્તુ છે. કેવળજ્ઞાનમાં સંપૂર્ણ શેયો ઝળકે. દાદાશ્રી કહે છે, અમને ચા૨ ડિગ્રી ઓછું રહ્યું તેથી, સંપૂર્ણ સ્વરૂપે જ્ઞેયો ઝળક્યા નથી. ઘણા ખરા શેયો ઝળક્યા છે, તેથી અમારી વાણીમાં તમને નવું નવું સાંભળવા મળે છે. શાસ્ત્ર બહારની વાતો, ઊંડા ઊંડા પોઈન્ટ એ કેવળજ્ઞાનના પર્યાય છે.
આખા વર્લ્ડનો અજાયબ પુરુષ કહેવાય ‘આ’ ! કેવળજ્ઞાન સ્વરૂપી આત્મા જાણ્યો, તેને જાણ્યું કહેવાય. દાદાશ્રી કહે છે, ભાવે કરીને કેવળજ્ઞાન થયું છે, પ્રગટ કેવળજ્ઞાન થયું નથી. તેથી હું જ્ઞાની પુરુષ તરીકે રહ્યો છું
24