________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદનાં પદોને ભાવાર્થ જેમ બને તેમ સરલ ભાષામાં લખાય એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પદનો ભાવાર્થ લખતાં સ્થિરતાયોગે હૃદયમાં પ્રકટેલા વિચારેના ઉભરાઓ બહાર કાઢવા પ્રયાસ કર્યો છે. અધ્યાત્મવિષયસંબધી દરેક પદો હોવાથી પુનરૂક્તિદોષ આવવાને સંભવ રહે છે, કિન્તુ સજ્જનેએ સમજવું કે આત્માને ઉદ્દેશી અધ્યાત્મ-વૈરાગ્યાદિસંબધે પુનઃ પુનઃ લખવાથી પુનરૂક્તિદોષ ગણું નથી. અધ્યાત્મના વિષસંબધી પદમાં ઘણું ગાંભીર્ય રહ્યું હોય છે. લેખકે પિતાપિતાની બુદ્ધિનુસાર ભાવાર્થ આકર્ષવા પ્રયત્ન કરે છે. શ્રીમદ્ આનન્દઘનના પદનો ભાવાર્થ સાગરસમાન છે, તેમાં ઉંડા ઉતરીને રો કાઢવા જ્ઞાની પુરૂષે પ્રયત્ન કરે છે.
છેવટે તેને પ્રાર્થના કે, શ્રીમદ્ આનન્દઘનના પદદ્વારા દુનિયાનું ભલું કરવામાં જે કંઈ મારાથી સારું લખાયું હોય તેની અનુમોદના કરશે અને આખી દુનિયામાં ઘેર ઘેર શ્રીમના વિચારે ફેલાય એવો પ્રયત્ન કરવામાં પ્રવૃત્ત થશે; અને તેમ કરી અને સાહા આપશે. અમદાવાદ,
લી. પિશ વદ ૧ સં. ૧૯૬૮.
बुद्धिसागर.
For Private And Personal Use Only