Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાવેલ છે, અને તે જશે તે પછી તેને સંભાળશે કેણુ? કેમકે, જે એ તમારી સાથે આવે તો દેખરેખના અભાવે કપાસ ચીમળાઈ જશે અને એથી આ વરસને નિભાવ કઈ રીતે થઈ શકશે ? એ સાંભળી અટ્ટનમલે કહ્યું કે, સાંભળે ! એટલે કપાસ તમારે ત્યાં થતું હોય તેની કિંમત હું તમને અત્યારે જ ચુકવી દઉં છું પછી શું વાંધો છે? કહે ! કેટલા આપું ? આવું અટ્ટનમલે કહ્યું ત્યારે કિસાનની પત્નિએ જે કિંમત માગી તેટલી અનામલે તેને મેં માગી રકમ આપી દીધી. મેં માગ્યું ધન મળતાં કિસાનની પત્નિએ પિતાના પતિને રાજીખુશીથી તેની સાથે જવા માટે રજા આપી. એટલે હવે કિસાન અટ્ટનમલ્લની સાથે જવા તૈયાર થશે.
આ જોઈ અટ્ટનમલ્લે મનમાં વિચાર કર્યો-જુઓ! પૈસામાં કેટલી તાકાત છે? એના બલ ઉપર તે પતિ અને પત્નિને પણ જુદા કરી શકાય છે. અટ્ટનમલ્લ તે કિસાનને લઈને ત્યાંથી ચાલ્યો. ચાલતાં ચાલતાં તે પિતાને સ્થાને ઉજજેની આવી પહોંચે. ઘેર આવ્યા પછી તેણે તે કિસાનને અનેકવિધ રીતે રૂષ્ટ પુષ્ટ બનાવી દીધે તેમજ મલ્લવિદ્યામાં પણ પારંગત બનાવી અને તેનું નામ ફલહીમલ્લ રાખ્યું. આથી અટ્ટનમલ્લને હવે સંતોષ થયો. બીજા વરસે મલ્લયુદ્ધના ઉત્સવના અવસર ઉપર અટ્ટનમg એને સાથે લઈને સોપારકપુર ગયે. મલ્લયુદ્ધને જોવા માટે સિંહગિરિ રાજા હજારે જેની સાથે રંગમંડપમાં આવી સિંહાસન ઉપર બિરાજમાન થયા. પરસ્પરમાં મલ્લોનું ચુદ્ધ થવાને પ્રારંભ થયો. સઘળાએ પોતપોતાની પહેલવાની બતાવી રાજાને ખુશ કર્યો. જ્યારે સઘળા મલ્લકુસ્તી લડીને નિવૃત્ત થયા ત્યારે રાજાએ માસ્પિકમલ અને ફલહીમલ્લને દાવમાં ઉતરવાને આદેશ આપે. આદેશ મળતાં જ આ બંને મલ્લશિરમણ પિતાપિતાની ભુજાઓથી તૈયારી બતાવી સૌનાં ધ્યાન ખેંચી કુસ્તીના દાવ માટે અખાડામાં ઉતરી પડ્યા. ત્યાં એ બનેની કુરતી થવા લાગી. એ બંનેના પગના પગરવથી અખાડાની ધરણી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨