Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ને હરાવી દીધું. જેવી રીતે કઈ એક ગજરાજ બીજા હાથથી પરાજીત બનતાં ચિતાગ્રસ્ત બની જાય છે તેવી રીતે અટ્ટનમલ્લ પણ ચિંતાગ્રસ્ત બની ગયો અને ઘેર આવીને વિચારવા લાગ્યું કે, આજ સુધી કેઈએ મને પરાજીત કર્યો નથી જ્યારે આજકાલના આ માસ્મિકમલે મને કુસ્તીમાં પછાડી દીધે. ઠીક છે, પણ એ જુવાન છે, એને કારણે એના બળની વૃદ્ધિ થઈ રહી છે. હું તે હવે દિવસે દિવસે બુદ્દો થઈ રહ્યો છું માટે મારામાં બળની ઉણપ આવતી જાય છે. આથી મારે મારા પક્ષને કેઈ બીજે પહેલવાન તૈયાર કરે જઈએ. આ પ્રકારને વિચાર કરી અટ્ટનમલ બીજા બળવાન મલ્લની શોધમાં નીકળે. તે
સૌરાષ્ટ્ર આદિ દેશમાં અનેક મલ્લ છે” આ વાત સાંભળીને સૌરાષ્ટ્ર દેશની તરફ ચાલી નીકળ્યો. વચમાં ગુજરાત દેશ આવ્યું. ત્યાં ભરૂચ ગામની પાસે હરિણી ગામની સીમમાં આવ્યા ત્યાં એક ખેડૂતને ખેતી કરતાં જોયે. ખેડૂત તે સમયે એક હાથથી જલદી જલદી હળ ચલાવતું હતું અને બીજા હાથથી ઘાસની માફક વચ્ચે આવતાં કપાસનાં છેડવાંઓને ઉખાડીને ફેંકી દેતે હતેા. અટ્ટનમલે એ કિસાનને જોઈ “આ ચેકકસ મહાન બળવળે છે. તેને આહાર તે જોઉં ?” એમ વિચાર કરી તેના રાકનું નિરીક્ષણ કરવા માટે ત્યાં શેડો વખત રાહ જોઈને બેઠે. એટલામાં તે ખેડૂતની પત્ની તેને ખાવા માટે ભાત ભરેલી એક મોટી હાંડી લઈને ત્યાં આવી પહોંચી. કિસાન એ સઘળા ભાતને એક ઝપાટે ખાઈ ગયે. જમ્યા પછી તે કુદરતી હાજતે-જાજરૂ ગયે. અટ્ટનમા પાછળ પાછળ ગયે અને ખેડૂત જે સ્થળે શૌચ માટે ગયા હતા તે સ્થળે જઈને જેયું તે ત્યાં બકરાં તેમજ તેવાંજ બીજા જાનવરની માફક લીંડીઓ જેવી સુકી વિષ્ટા પડેલી તેણે જોઈ આ ઉપરથી તેને એ ખ્યાલ આવ્યો કે આ પુરુષની જઠરાગ્નિ ખૂબ તેજ છે. આ સઘળી બિનાઓનું નિરીક્ષણ કર્યા બાદ અટ્ટનમલ્લે મનમાં નિશ્ચય કર્યો કે, આ માણસ મારા પ્રતિસ્પર્ધિ–હરીફને હરાવવામાં સમર્થ બની શકે તેવું છે. આ નિશ્ચય કરી અટ્ટનમલ સુરજ આથમ્યું તે ખેડૂતના મકાને જઈ પહોંચે. ત્યાં જઈને એ કહેવા લાગ્યું કે, આજની રાત હું તમારે ત્યાં વિતાવવા માગું છું. કિસાને તેની આગતા સ્વાગતા કરી ઉતારાને પ્રબંધ કર્યો. રાતવેળાએ જ્યારે કિસાન સુવાની તૈયારી કરવા લાગ્યો ત્યારે અટ્ટનમલે તેને પૂછયું-ધંધા રોજગાર કેમ ચાલે છે ? પૈસા સારા કમાવતા હશે? અટ્ટનની આ વાત સાંભળીને કિસાને કહ્યું-શું કહું ભાઈ! આજીવીકા તે એવી ખાસ નથી, બલકુલ નિર્ધન છું ઘણે પરસેવે પાડીને ખેતી કરું છું છતાં પણ પેટ પુરૂં વળતરેય મળતું નથી. કિસાનની આ વાત સાંભળીને અદનમસ્તે કહ્યું-જે તમને વાંધો ન હોય તે આ તમારે ખેતીને ધંધો બંધ કરી મારી સાથે ચાલો તે તમને થોડા જ સમયમાં રાજાના જેવા ધનવાન બનાવી દઉં. કિસાને કહ્યું કે, હું ચાલવા તે તૈયાર છું પણ જે મારી પત્ની હા પાડે તે ને? અદનમલે કિસાનની પત્નિને પૂછ્યું કે તેણે કહ્યું કે-ખેતરમાં કપાસ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨