Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જરાસ્ત કા શરણ કા અભાવ
ચોથું અધ્યયન ત્રીજું અધ્યયન પુરું થયું. હવે ચોથા અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. ત્રીજા અધ્યયનની સાથે આ અધ્યયનનો સંબંધ આ પ્રકારને છે–ત્રીજા અધ્યયનમાં જે કહેવામાં આવ્યું કે “મનુષ્યત્વ, ધર્મશ્રવણ, જીનવચનમાં શ્રદ્ધા અને સંયમમાં વર્ષોલ્લાસ (પ્રવૃત્તિ) એ ચાર વસ્તુ આત્માને પ્રાપ્ત થવાં દુર્લભ છે. એ ચાર વસ્તુઓ પ્રાપ્ત થયા પછી પણ પ્રમાદ ન કરવું જોઈએ. આ વાત આ અધ્યયન દ્વારા સમજાવવામાં આવે છે. વૃદ્ધાવસ્થામાં કોઈએ શરણ થતું નથી. માટે પ્રમાદ ન કર જોઈએ. એ સંબંધને લઈને આ ચોથા અધ્યયનને પ્રારંભ થાય છે. તેની આ સર્વ પ્રથમ ગાથા છે. “પરંa'ઈત્યાદિ,
અન્વયાર્થ–હે શિષ્ય ! વિર અસંહચં–કવિસં સં આ આયુષ્ય અસંસ્કૃત છે. તેને વધારવું શક્ય નથી તેમજ તુટેલું આયુષ્ય સાંધી શકાતું નથી, આથી નાપમાથg-1 પ્રમાઃ પ્રમાદન કરે. “g 'નિશ્ચયથી કરોવળીયલ્સ
પનીરથ વૃદ્ધાવસ્થાથી મરણની સમીપ પહોંચેલા જીવનું તાત્રા કારણ થિ-નાશિત કેઈ નથી. અથવા એવો કઈ સમર્થ નથી કે જે પોતાના કર્મ દ્વારા ઘડપણને આરે પહોંચેલા જીવને એ વૃદ્ધાવસ્થાથી બચાવી શકે. તથા વૃદ્ધાવસ્થાને કારણે જેનું શરીર જર્જરિત થઈ રહ્યું છે એવા જીવને એવી શક્તિ, પણ નથી રહી હતી કે તે એ અવસ્થામાં પણ ધર્મ કરી શકે. પલળે-મત્તા બના: જે મનુષ્ય પ્રમાદી હોય છે તે હિંસા-અહિંન્ના પિતાના અને બીજાના ઘાતક હોય છે. જયા–ત્તાઃ ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવી શકતા નથી તેમજ પાપ કરવાથી પાછા હઠી શકતા નથી. એવા મનુષ્ય વિ હિંતિ- (ત્ર) ગુણી વ્યક્તિ કેનું શરણ પ્રાપ્ત કરી શકશે ? કયું શરણ પ્રાપ્ત કરી શકશે ?, કઈ તેને શરણ આપશે નહિ. કહેવાને આશય એ છે કે જે જીવ પ્રમાદી જીવન ગાળે છે, ઈન્દ્રિયેના ગુલામ (લાલુપ) તેમજ હિંસક હોય છે તેનું કોઈ રક્ષક થતું નથી. માટે બીજું કાંઈ નહિ તે આચરણમાં તે પ્રમાદ ન જ કરવું જોઈએ, પર્વ વિયા દિ-પર્વ વિજ્ઞાનિહિ એટલું તે સમજવું જોઈએ જ,
ભાવાર્થ–જેઓ પ્રમાદિ જીવન ગાળતા હોય છે, હિંસક અને ઇન્દ્રિયને વશ વતિ લોલુપી હોય છે, તેઓ સર્વ પ્રકારના અનર્થોને કરવામાં જરા પણ કચાશઢીલાશ રાખતા નથી. તેને સંસારનાં દુઃખોથી કોઈ છોડાવી શકતું નથી. આટલા માટે ધર્મનું આચરણ જીવનમાં આવશ્યક વસ્તુ છે. કે જેનાથી જીવની પળેપળે રક્ષા થતી રહે છે. જે ધર્મની રક્ષા કરે છે તેની રક્ષા ધર્મ કરે છે. તથા એ પણ વિચારવું જોઈએ કે, આ આયુષ્ય ક્ષણે ક્ષણે-દિવસે દિવસે ઓછું થતું જાય છે, તેને વધારવા કેઈ સમર્થ નથી. જ્યારે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે તે એટલી પણ શક્તિ નહીં રહે કે જેનાથી ડી ઘણી પણ ધમકરણ થઈ શકે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨