________________
અનંતર સિદ્ધના પંદર ભે,
નરક સુધી જાય છે. અને વધારેમાં વધારે પુન્ય ઉપાર્જિને ઉપર તે બંને જાતિવાળા પ્રાણુઓ સહસાર આઠમા દેવલેક સુધી જાય છે. અહીં મનોબળ તે બંનેનું સરખું છે. ત્યારે અધોગમન ડું અને ઉર્ધ્વ ગમન ઘણું કેમ થાય છે? માટે એવો નિયમ ન કહેવો. એવી રીતે સ્ત્રી જાતીને પણ એવો સ્વભાવ જ છે કે ઉત્કૃષ્ટ પાપ ઉપાર્જન કરે છઠી નરક પૃથ્વી સુધીજ જાય; પરંતુ ઉત્કૃષ્ટ સંવરની પ્રાપ્તિ થયાથી મોક્ષની પ્રાપ્તિ તે થાય જ.
વળી પુર્વપક્ષમાં કહ્યું છે કે, સ્ત્રીને માયા મોહનીય કર્મની અધિકતાને લીધે ચારિત્ર ઉદય આવે નહી. એ વાત અધપ સત્ય છે, તથાપી સ્ત્રીને મોહનીય કર્મને ઉપસમ તથા ક્ષય હોય છે; એને કોઈનાથી અનંગીકાર થાય નહીં, અને સર્વથા સ્ત્રીને મેહનીય કર્મનો ક્ષય અથવા ઉપસમ થતા જ નથી એવું તો તમારાથી પણ કહેવાશે નહીં, કેમકે અનંતાનું બંધી કષાયને ઉપસમ અથવા ક્ષય થાય ત્યારે જ સમ્યક્તની પ્રાપ્તિ થાય છે, અને અપ્રત્યાખ્યાનીય કષાયનો ઉપસમ અથવા ક્ષય થાય ત્યારે જ દેસવિરતીપણું પ્રાપ્ત થાય છે, એમ તો તમે પણ અંગીકાર કરે છે, ત્યારે સ્ત્રીમાં સર્વવિરતીપણું કેમ માનતા નથી? વળી ગામઠસારની ગાથામાં સ્ત્રીને મોક્ષ કર્યો છે-- अडयाला पुंवेया इत्थीवेयायहुंती चालीसा; वीस नपुंसगवेया, समए एगे। સિદ્ધતિ શી એ પાઠ તમારા સિદ્ધાંતોમાં પણ દીઠામાં આવે છે. તેમજ કર્મગ્રંથ તથા ગુણસ્થાન ક્રમારેહણને વિચાર કરતાં પ્રસિદ્ધપણે સ્ત્રીને મોક્ષનો સંભવ થાય છે. જેમકે, નવમા અનિવૃતિકરણ ગુણસ્થાનક સુધી ત્રણે વેદને ઉદય હોય છે, ત્યાં છાસઠ પ્રકૃતિઓ ઉદયને પામે છે. પછી સુક્ષ્મ સંપાય દશમા ગુણસ્થાનકમાં પણ છાસઠ પ્રકૃતિઓનજ ઉદય હોય છે; એમાં ત્રણ વેદ તથા સંવળને ધ, માન ને માયા, એ છે પ્રકૃતિ હોતી નથી એવી રીતે ઉદયાધિકારમાં કહ્યું છે. એ ઉપરથી જાણવું જોઈએ કે જે સર્વ વિરતી ચારીત્ર સ્ત્રીને ન હોય તે નવમા ગુણસ્થાન સુધી કેમ પહોંચી શકે ? માટે સ્ત્રીને સર્વ વિરતીપણું માનવું જ જોઈએ છીએ. એ વિષે સારી રીતે વિચાર કરી જોજે.
વળી પુર્વપક્ષમાં કહ્યું કે સ્ત્રીને એકાકી વિચારવાનો અધિકાર નથી, કેમકે, એકાકી વિચર્યાથી તેના ફળમાં વિશ્વ પડવાનો સંભવ થાય, અને જે પંચની સાથે વિચરે તે મમત્વભાવ થાય. એ યુક્તિ પણ વિચાર રહીત છે, કેમકે એકાકી વિચરતાં પણ જે મન શુદ્ધ હોય તે કાંઈ પણ શીળને ભંગ થતું નથી. સ્ત્રીઓને વિષે તે એવું પૈર્ય હોય છે કે તેને દેવો પણ ડોલાયમાન કરી શકતા નથી. તેમ પંચને વિષે વિચરતાં મમત્વ પણ સંભવે નહીં, કેમકે, જે તેના મનમાં વિત્તરાગ દશા હોય, તે સંસારમાં જીવને જે સરાગપર બંધનનો હેતુ છે, તે જે ઉપસમને પામે તે પછી તેને વન તથા ઘર બન્ને સરખાં છે. એ કાંઈ જીવને બંધનના હેતુ થતા નથી. બંધ તે એક રાગાદિ લક્ષણ અશુદ્ધ ઉપયોગ છે. ઈત્યાદિક વિચાર કરતાં તથા શ્રી વિતરાગ દેવની આજ્ઞા જોતાં તે સ્ત્રીને મોક્ષ થાય છે. એવી રીતે સ્ત્રીસિદ્ધ જાણીએ,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org