Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉપદ્રવ ખૂબ જ વધી ગયો હોય. તે ચોર લૂંટારા પિતાનાં કપડાં આદિ ચેરી જશે એ ડર સાધ્વીઓને લાગતું હોય, તે એવી પરિસ્થિતિમાં તે સાધ્વીઓ પિતાનું અલગ આશ્રયસ્થાન છેડીને તે સાધુઓની પાસે આવીને ઉતાર કરે અને સાધુ એ તેમને ત્યાં ઉતરવા પણ દે, તે એવા સંયોગમાં તેઓ જિનાજ્ઞાના વિરાધક ગણતા નથી.
પાંચમું કારણ– અમુક સાધ્વીઓ કઈ રથળે આવીને ઉતરેલી હોય, હવે એવું બને કે ત્યાં રહેતા કઈ દુષ્ટ યુવાને તેમની સાથે મૈથુન સેવન કરવાને કૃતનિશ્ચયી થયા હોય, તે એવી પરિસ્થિતિમાં પોતાના શીલની રક્ષા કરવા નિમિત્ત તે સાધીઓ તે અલગ આશ્રયસ્થાનને છોડીને કોઈ સાધુઓની સાથે એક જ આશ્રયસ્થાનમાં જઈને રહે અને તે સાધુઓ તેમને ત્યાં રહેવા દે, તે આ પ્રકારની પરિસ્થિતિમાં તેઓ જિનાજ્ઞાન વિરાધક ગણાતાં નથી. આ પ્રકારના પાંચ કારણેમાંના કેઈ પણ કારણને લીધે સાધુઓ અને સાધ્વીઓ
થા –૧ કોઈ એક જ આશ્રયસ્થાનમાં સાથે જ ઉતારો કરે, તે તેઓ જિનાજ્ઞાના વિરાધક ગણાતાં નથી.
સામાન્ય રીતે તે સાધુઓ અને સાધ્વીઓને એક જ સ્થળે રહેવાને નિષેધ છે. પણ ઉપર બતાવેલા પાંચ કારણોને લીધે સાધુઓ અને સાથીઓ ને એક જ સ્થળે ઉતરે અને સ્વાધ્યાય, કાત્સગ આદિ કરે, તો તેઓ જિનેશ્વર ભગવાનની આજ્ઞાની અવહેલના કરનારા ગણાતાં નથી. આ રીતનો અપવાદ અહીં પ્રકટ કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે ક્ષિત-ચિત્તતા આદિ રૂપે પાંચ કારણોને લીધે કેઈ અચેલ (વસ્ત્રરહિત) સાધુ-શ્રમણ નિગ્રંથ, સલિકા (વસ્ત્રયુક્ત) નિગ્રંથિનીઓ સાથે રહેવા છતાં પણ જિનાજ્ઞાન વિરાધક ગણાતું નથી. તે પાંચ કારણે નીચે પ્રમાણે છે –
“વિત્તપિત્ત અને સાથે” ઈત્યાદિ–
શેકાદિથી જેનું ચિત્ત ડામાડોળ થઈ જવાને કારણે જે ભાન ગુમાવી બેઠો છે–ઉન્માદને વશ થઈને જે વસ્ત્રરહિત હાલતમાં (નગ્નાવસ્થામાં રહેલે છે, તેની સંભાળ લેનાર બીજા સાધુઓ ત્યાં હાજર ન હોય, તે સલક
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧ ૩