Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અંગ વડે મૈથુન સેવન કરતી નથી, એટલે કે પુરુષના લિંગ વડે મૈથુન સેવન કરતી નથી, પણ લિંગ સિવાયના અનંગ વડે-આહાર્ય લિગ આદિ વડે કામસેવન કરે છે, તે સ્ત્રી પણ એ રીતે ગર્ભ ધારણ કરી શકતી નથી.
ગર્ભ ધારણ કરવામાં સ્ત્રી નીચેનાં અન્ય કારણોને લીધે પણ અસમર્થ બને છે–(૧) પુરુષના વીર્યને સાવ થઈ ગયા બાદ પણ પુરુષ સાથે રતિક્રિયા કરવાથી સ્ત્રીને ગર્ભ રહેતો નથી. (૨) નિમાં પ્રવિષ્ટ થયેલાં વિર્ય. પદ્રલે જે સ્ત્રીની નિને કોઈ દોષને લીધે વિનષ્ટ શક્તિવાળા થઈ જતાં હોય તે સ્ત્રી પણ ગર્ભ ધારણ કરી શક્તી નથી. (૩) જે સ્ત્રીનું પિત્તશાણિત નીકળી ગયું હોય છે, તે સ્ત્રી પણ ગર્ભ ધારણ કરી શકતી નથી. (૪) જેની ગર્ભ ધારણ શક્તિ કોઈ દેવતાના પ્રભાવથી નષ્ટ થઈ ગઈ હોય, તે સ્ત્રી પણ ગર્ભ ધારણ કરી શકતી નથી. અથવા ગર્ભનિરોધક ઔષધિ દ્વારા જે સ્ત્રીની ગર્ભ ધારણ કરવાની શક્તિને નિરોધ કરી નાખવામાં આવ્યું હોય, તે સ્ત્રી પણ ગર્ભ ધારણ કરી શકતી નથી. (૫) પૂર્વજન્મના કૃતકને લીધે જેના નસી બમાં પુત્રફલ પ્રાપ્તિ લખાઈ જ ન હોય, એવી સ્ત્રી પણ ગર્ભ ધારણ કરી શકતી નથી. સૂ. ૬ છે
સાધ્વી કે સંબદ્ધ કથનકા નિરૂપણ
આગલા સૂત્રમાં શ્રીવિષયક કથન કરવામાં આવ્યું છે. સાધ્વીએ પણ સ્ત્રીઓ જ હોય છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર સાધ્વીઓની વક્તવ્યતાથી યુક્ત સૂત્ર દ્રયના સમૂહરૂપ એક સૂત્રનું કથન કરે છે.
ટીકાઈ–વંજ કાળે ફિ નિમાંથી નિથી. ” ઈત્યાદિ
નિઝ (સાધુએ) અને નિગ્રંથિનિઓ ( સાધીએ) જે આ પાંચ કારણેને લીધે એક જ જગ્યાએ કાસર્ગ કરે, બેસે, સ્વાધ્યાય કરે, અથવા શયન કરે, તે તેઓ જિનાજ્ઞાન વિરાધક થતાં નથી,
(૧) કેટલાક નિગ્રંથ અને નિગ્રંથીઓ કઈ એક એવી ગહન અને વિશાળ અટવીમાં આવી પહોંચ્યાં છે કે જેમાં એક પણ ગામ નથી, મનુષ્યોને અવરજવર પણ જ્યાં થતું નથી, જેને પાર કરીને કઈ ગામમાં પહોંચવું ઘણું જ દુષ્કર છે, ઘણું જ લાંબા સમયે જેને પાર કરી શકાય એવી છે, તે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪