Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્ત્રિયોમે રહી હુઈ ક્રિયાવિશેષકા નિરૂપણ
અન્તઃપુરના અધિકારની સાથે સુસંગત એ સ્ત્રીગત ક્રિયાવિશેને અધિકાર આપવામાં આવે છે–“પંજહિં ટાળે િસુધી પુ િણ ઈત્યાદિ–
ટીકાર્થ–પુરુષની સાથે સંભોગ ન કરવા છતાં પણ નીચેના પાંચ કારણેને લીધે સ્ત્રી ગર્ભવતી બની શકે છે–(૧) કેઈ સી બિલકુલ નગ્નાવસ્થામાં નિને પ્રસારીને એવા સ્થાન પર બેસે કે જ્યાં પુરુષનું વીર્ય પહેલેથી જ પડેલું હોય, તે એવી પરિસ્થિતિમાં તે પોતાની નિ દ્વારા કેઈપણ રીતે તે વીલને ખે ચીને તેની અંદર દાખલ કરી દેવાથી ગર્ભ ધારણ કરી શકે છે.
બીજું કારણ આ પ્રમાણે છે-જે પુરુષના વીર્યથી ખરડાયેલા અને કેઈ સ્ત્રી પિતાની નિમાં પ્રવેશાવે છે, તે તેના દ્વારા પણ તે સ્ત્રી ગર્ભ ધારણ કરી શકે છે. અહીં વસ્ત્ર તે ઉપલક્ષણ રૂ૫ છે. અહીં એવું પણ ગ્રહણ કરવું જોઈએ કે પુરુષના લિંગાદિની ઉપરના અને આસપાસના વીર્યથી ખરડાયેલા બાલને કઈ વસ્ત્રમાં બાંધીને નિની ઉપર બાંધી દેવામાં આવે, તે પણ સ્ત્રી ગર્ભ ધારણ કરે છે જેમકે કેશી શ્રમણની માતાએ રોગવિશેષને દૂર કરવા માટે અથવા રક્તસ્ત્રાવ અટકાવવા માટે શુક પુલ (વીર્ય પુલ) ના સંયોગવાળા કેશને યોનિની ઉપર બાંધી દીધાં હતાં, અને તેના દ્વારા જ તેને ગર્ભ રહ્યો હતો, અને તે ગર્ભમાંથી કેશી શ્રમણ ઉત્પન્ન થયા હતા.
ત્રીજું કારણ નીચે પ્રમાણે છે-કે પુત્રની કામનાવાળી રહી કઈ પુરુષના પતિત વીર્યને પિતાની યોનિમાં દાખલ કરી દે, તે એવી પરિસ્થિતિમાં પણ તે સ્ત્રીને ગર્ભ રહી શકે છે. આ કથનને ભાવાર્થ એ છે કે કોઈ શીલવતી સ્ત્રી પુત્રની કામનાવાની છે. તે પિતાના શીલનું રક્ષણ કરવા માગતી હેવાથી પરપુરુષ સાથે અબ્રહ્મનું સેવન કરતી નથી. પણ કોઈ પુરુષના પતિત વય પુદ્ગલેને પિતાના હાથમાં લઈને પિતાની નિમાં દાખલ કરી દે છે, આમ કરવાથી તે ગર્ભવતી થઈ શકે છે.
ચોથું કારણ નીચે પ્રમાણે છે જે તેની સાસુ આદિ કઈ પણ વ્યક્તિ કે પુરુષના શુક પુલેને તેની નિમાં નાખી દે તે પણ તે ગર્ભ ધારણ કરી શકે છે.
પાચમું કારણ–-જાજરૂ ગયા બાદ પાણી લેતી વખતે જે જળનો ઉપગ કરવામાં આવે, તે જળમાં કેઈ પુરુષના શુક પુદ્ગલે ભળેલાં હોય, તે તે શક પુદ્ગલે તે સ્ત્રીની યોનિમાં દાખલ થઈ જાય છે તે સ્ત્રી ગર્ભવતી બની શકે છે. આ પ્રકારના પાંચ કારણેને લીધે પુરુષની સાથે મૈથુનસેવન કર્યા વિના પણ સ્ત્રી ગર્ભવતી થઈ શકે છે. કે સૂ. ૫ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪