________________
આરાચાંગ સૂત્ર બીજા ભાગની પ્રસ્તાવના
- પ્રથમ ભાગમાં શસ્ત્ર પરીણા નામનું પહેલું અધ્યયન ટકાના ભાષાંતર સાથે છપાઇ ગયેલ છે. તેમાં નવ અધ્યયનનું વર્ણન પાંત્રીસમે પૃષ્ટ આપેલ છે. આ બીજા ભાગમાં લોકવિજય, નામનું અધ્યયન આવેલ છે. તેના છ ઉદેશ છે તે દરેક દિશામાં શું અધિકાર છે તે નિયુકિત કારે બતાવેલ છે તે અનુક્રમણિકામાં જોવાશે. મુખ્યત્વે લેક એટલે સંસારી જીવ જે કારણોથી અશુભ કર્મ બાંધી ચાર ગતિમાં ભ્રમણ કરે છે. તેવું મિથ્યાત્વ અવિરતી કરાય વગેરે અશુમ કૃત્ય સાધુ ન કરે તે આ અધ્યયનને સર છે. ટોક કાર મહારાજે અમારા જેવા બાળ બુદ્ધિના માટે કેટલું વિસ્તારથી લખાણ કર્યું છે. અને તે વાંચતાં આત્માને કેવી અધ્યાત્મ શાંતિ થાય છે. અને તે એકેક પદ વાંચતાં આપ આપ સમજશે. સૂત્રને અર્થ ન સમજાય, ત્યાં તેમણે ભાવાર્થ પણ મુકેલ છે તે છતાં વર્તમાન કાળના જીવને વધારે સરળ થવા કાઉંસમાં પણ ખુલાસો કરેલ છે. દૃષ્ટાંત પણ કોઉસમાં મુકેલ છે. એટલું છતાં જીવોને વધારે સુખમ થાય તેવું વધારે વિદ્વાન હોય તે કરી શકે તેમ છે. સમજવું અને સમજાવવું એમાં ઘણે ભેદ પડે છે. માટે ટીકા સાથે રાખીને વેંચનાર બંધુઓને જ્યાં ખામી માલમ પડે ત્યાં ટીપણ કરી અમને જણાવવું. કે ત્રીજા ભાગમાં સુધારો થાય.
૪. 07