________________
૩૪
જ એમણે મુકિતની જ ચખાડી. પ્રેમ હૃદયને ગુણ છે. નારીહૃદયને તે સહજ છે. જે દેવી સર્વના હૃદયમાં માતૃરૂપે બેઠી છે, એ માતત્વના રસને જે હૃદય છલોછલ ભરી દે છે તે હૃદય પ્રેમભક્તિથી રસાઈ જાય છે, અને એથી જ પુરુષોત્તમની પ્રેમલક્ષણા ભક્તિના સાધક ગોપી કહેવાય છે. ગેપી થયા વિના કેઈ સાધક ગોપીનાથના મધુર રસનું પાન કરી શકતું નથી. સંસારના સર્વ સંબંધોમાં પ્રિયતમ અને પ્રિયાને સંબંધ અને કહેવાય છે. તેમાં દેહ જુદા છતાં હદય એક હોય છે. પ્રભુ સાથે આવો પ્રિયા પ્રિયતમને સંબંધ અનુભવ તેને કેટલાક કાંતાભકિત કહે છે. કેટલાક તેને પ્રેમલક્ષણ કહે છે. સૂફી સંતોએ પ્રભુને પ્રિયા માની એ માશુકની પાછળ એવી તન્મયતા બતાવી છે કે દેહથીય પર આત્મતત્વમાં એકરસતા અનુભવી છે. આનંદઘન જેવા વીતરાગી સંતોએ પણ “ઋષભજિનેશ્વર પ્રીતમ માહરો' ગાતાં ગાતાં કહ્યું છે શુદ્ધ ચેતન્યમાં ચૈતન્યરૂપે પરિણમીને જ મિલન થાય છે ને મિલનમાં જ પ્રભુરૂપી પતિની પ્રાપ્તિ છે, અને મીરાં તો ગાય છે:
પૂજા કરને આઈ પૂજરિન, હરિગુન ગાને આઈ ઠૂં; મનમંદિર કે ખેલ દુઆરે, પિયા રિઝાને આઈ ટૂં તનમન અરપન કર પ્રીતમ, આજ સમાને આઈ હું;
રિ મીરાં કી પ્રેમકહાની, સુને સુનાને આઈ ટૂં.' મીરાંને તે વસુંધામાત્ર વાસુદેવરૂપ હતી. તેથી જ કહે છે :
ધરા ગગન પવન મંહ વન, સભી દેખેં પિયા.
મીરા કે શ્યામ ક્યા દિયા ભલા યહ ક્યા કિયા ? કબીર પણ એ જ વાણુમાં બેલે છેઃ “ઘૂંઘટ કા પટ ખોલ રે, તો કે પિયા મિલેંગે.” આ પિયા-પિયુ-મિલન, જીવ શિવ-મિલન, રાધા-કૃષ્ણમિલન, ગોપીગોપીનાથમિલનમાં પ્રેમની જ બલિહારી છે. વિરહમાંય પ્રેમનાં આંસુ ને મિલનમાંય પ્રેમનાં આંસુ. આંસુથી