________________
ધેનુકાસુરનો નાશ
અનુષ્ટ્રપ વર્તમાન તથા ભૂત ભવિષ્ય એક રૂપ જે; તે સર્વજ્ઞ જુએ જાણે, એવું કાળ–સ્વરૂપ છે. ૧ વ્યક્તિ-સમાજમાં ધર્મ, એક દીપી ઊઠતે; સમષ્ટિ – વિભૂતિગ, ત્યાં જરૂર જાણ. ૨ વ્રજવાસીતણે નેહ, નિજ સંતાનથી વધુ શ્રીકૃષ્ણ પ્રભુમાં તેથી વ્રજ સુભાગી છે ઘણું. ૩
રાજા પરીક્ષિત બોલ્યા: “મને એક મુખ્ય શંકા એ થાય છે કે શ્રીકૃષ્ણજી વ્રજવાસીઓનું સંતાન ન હોવા છતાં તેમના પર તેઓને આટલું બધું હેત થયું તેનું મૂળ કારણ શું ? પિતાનાં સગાં સંતાન કરતાંય તે વ્રજવાસીઓ આ કૃષ્ણને વધુ કેમ ચાહતાં હતાં” - શુકદેવજી બોલ્યા: “પરીક્ષિતજી ! ઊંડું વિચારતાં તરત જ જણાશે કે માણસને જેટલાં પ્રેમ અને મમતા પોતાના શરીર પ્રત્યે છે, તેટલાં તે પોતાનાં કહેવાતાં કુટુંબીજને કે પિતાની સ્ત્રી ઉપર પણ નથી જ. અને ઊંડાણથી વિચારતાં તે પોતાના ખુદ શરીર પર પણ જે પ્રેમ અને મમતા છે, તે તે શરીર જેને લીધે વ્યવસ્થિત સક્રિયતા દાખવે છે, તે આત્માને લીધે જ હોવાથી આત્મા જેવાં પ્રેમ અને મમતા કઈ પર હોઈ શકતાં નથી. એમ માયાને લીધે દેહધારણ કરતા એ શુદ્ધ આત્મારૂપી શ્રીકૃષ્ણ વ્રજવાસીઓને ખૂબ જ વહાલે કુદરતી રીતે લાગે, તે સ્વાભાવિક જ છે ! કારણ કે જગતમાં જે કાંઈ ચરાચર છે, તે બધામાં મુખ્ય તે ભગવાન પોતે જ છે. પછી એમને વ્રજવાસીમાત્ર ચાહે - સૌથી વધુ ચાહે – એમાં શી નવા છે ? ખેર તેથી જ વ્રજમાં બ્રહ્માજીની એ એક ક્ષણ પણ