Book Title: Abhinava Bhagawat Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 323
________________ પર કરવાવાળા સેતુબંધની યાત્રા કરી ! બ્રાહ્મણને ગોદાન કર્યું. પછી નદીઓમાં સ્નાન કરતા કરતા મલય પર્વત પર ગયા. સાત મેટા કુલપર્વતે પૈકીને મલયગિરિ પણ એક મહાગિરિ છે, જ્યાં અગત્યમુનિ રહે છે. ત્યાં તેમનાં દર્શનઅભિવાદન કર્યા. એમની અનુમતિ પામી દક્ષિણ સમુદ્રની પણ યાત્રા કીધી. ત્યાં એમણે દુર્ગાદેવીનાં કન્યાકુમારી રૂપે દર્શન કર્યા. ત્યારપછી ફાલ્યુનતીર્થ અને અનંતશયન ક્ષેત્રમાં ગયા અને સર્વશ્રેષ્ઠ પંપાસરસ તીર્થમાં સ્નાન કર્યું, જે તીર્થમાં સદા સર્વદા વિષ્ણુભગવાનનું સાંનિધ્ય રહે છે. ત્યાં પણ બ્રાહ્મણને ગોદાન આપ્યું. પછી કેરલ અને ત્રિગત સ્થળોએ થઈ, જ્યાં સદા–સર્વદા ભગવાન શિવ રહે છે તે ગોકર્ણ તીર્થમાં આવ્યા અને ત્યાં જળથી ઘેરાયેલા દિપમાં રહેવાવાળાં આર્યાદેવીનાં દર્શન કર્યા. શર્મારક ક્ષેત્રની પણ યાત્રા કીધી. આમ ફરતા ફરતા દંડકારણ્ય થઈને નર્મદા તટે આવ્યા. છેવટે ફરતા ફરતા પ્રભાસતીર્થ પહેાંચી ગયા. ત્યાં બ્રાહ્મણ પાસેથી પાંડવ-કૌરવયુદ્ધની વાત જાણું. પરંતુ ઘણેખરે પૃથ્વીભાર ઊતરી ચૂક્યો હતો. તેઓ કુરુક્ષેત્ર પર આવી પહોંચ્યા. ત્યાં લડતા દુર્યોધનને અને ભીમને તેમણે ક્યા પણ તેઓ બન્ને ન રોકાતાં યુદ્ધ કરતા જ રહ્યા. તેથી બલરામજી ત્યાંથી દ્વારકા પાછા ફરી આવ્યા. ત્યાં રાજા ઉગ્રસેન આદિ મોટેરાઓએ અને બીજા સંબંધીઓએ તેઓનું બહુ બહુ માન કર્યું. ઘણું ઘણું પ્રેમભર્યું સ્વાગત કર્યું. પછી ફરી પાછા બલરામજીએ નૈમિષારણ્યમાં આવી ઋષિમુનિઓ મારફત અનેરા યજ્ઞો કરાવ્યા. છેવટે બધા ઋષિઓને એમણે આત્માનુભવ અને વિશ્વાનુભાવ એકીસાથે કરાવ્યો. ત્યારબાદ પિતાનાં ધર્મપત્ની રેવતીજી સાથે યાંત સ્નાન કર્યું અને અતિ અતિ સુંદર વસ્ત્રાભૂષણ સજી પત્ની અને સંબંધીઓ સાથે ચંદ્ર, ચંદ્રિકા અને નક્ષત્રમંડળની જેમ શોભી ઊઠયા ! પરીક્ષિતજી! આમ ભગવાન બલરામજી સ્વયં

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325