________________ 544 કે જેઓ ભગવાનની સેવા માટે કામ કરતા રહે છે. તે જ કાન, વાસ્તવમાં કાન કહેવડાવવાને લાયક છે જેઓ ચરાચર પ્રાણીમાત્રમાં નિવાસ કરનારા ભગવાનનાં ગુણેનું, પુણ્યમયી કથાઓનું શ્રવણ કરે છે. તે જ માથું, સાચું માથું છે કે, જે ચરાચર જગતને જ શ્રી ભગવાનની ચર-અચર પ્રતિમા સમજી નમસ્કાર કરે છે. જે સર્વત્ર માત્ર ભગવાનનાં પ્રત્યક્ષ દર્શન કરે છે, તે આ જ સાચી આંખે છે. શરીરમાં જે અંગે ભગવાન અને એમના ભક્તોના ચરણામૃતનું સેવન કરે છે, તે જ અંગે વાસ્તવમાં મનુષ્યોનાં અંગે છે. સાચું પૂછે તે તેમનું જ અસ્તિત્વ સફલ છેમાટે હે ભગવાન કૃષ્ણદેવની લીલા સંભળાવી મારું જીવન આપ સાર્થક કરે.’ અહીં સૂતજી બોલી શક્યા : “શૌનકાદિ મુનિઓ ! જ્યારે રાજા પરીક્ષિતે આ પ્રકારે પ્રશ્ન કર્યો, ત્યારે બ્રહ્મચારી શુકદેવજીનું હૃદય ભગવાન કૃષ્ણમાં લીન થઈ ગયું. અને તેઓ બહયા : “પરીક્ષિત! એક બ્રાહ્મણ ભગવાન કૃષ્ણના પરમ મિત્ર હતા. તેઓ મેટા બ્રહ્મજ્ઞાની, વિષયોથી વિરક્ત, શાન્તચિત્ત અને જિતેન્દ્રિય હતા. જોકે તે સંન્યાસી નહેતા, ગૃહસ્થ જ હતા, તો પણ કઈ પ્રકા સંગ્રહ-પાંરહી ન રાખતાં પ્રારબ્ધાનુસાર જે કંઈ સકું—પાંખું મળે એટલેથી (એમાં જ તેઓ) સંતુષ્ટ રહેતા. એમનાં વસ્ત્ર તે જૂનાં અને ફાટેલાં રહેતાં જ. એમનાં ધર્મપત્નીને પણ તેવાં જ વન્ને પહેરવા મળતાં હતાં. ગરીબાઈને કારણે જે કઈ સામગ્રી તેણીને હાથ લાગે, તે પિતાના પતિને જ ખવડાવી દેતી અને પોતે તો ભૂખી–તરસી રહી જતી. તેથી તેનું શરીર જ સુકાઈને કાંટારૂપ બની ગયેલું. એકદા તે ગરીબાઈની પવિત્ર ભૂતિ અને દુઃખિની પતિવ્રતા ભૂખની મારી કાંપતી પિતાના પતિદેવ પાસે ગઈ અને સુકાયેલા મુખથી બોલી: “સાક્ષાત લકમી પતિ શ્રી ભગવાન પોતે જ આપના મિત્ર છે. તેઓ ભક્તવાંચછા માટે કલ્પતરુ સમા છે. શરણાગત–વત્સલ હોવા ઉપરાંત બ્રાહ્મણમાત્રના