Book Title: Abhinava Bhagawat Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 322
________________ ૫૪૧ તાંબા જેવાં લાલ લાલ હતાં. એની દાઢે અને ભમરોને લીધે એનું મે બહુ ભયંકર લાગતું હતું. એને જોઈને ભગવાન બલર મે મૂસલ અને હલ યાદ કર્યા કે તરત તે શસ્ત્ર ત્યાં આવી પહોંચ્યા. એ પછી પિતાનાં હલ–મુસલથી કસીને પ્રહાર કરી બલરામે બવલનું લલાટ ફેડી નાખ્યું અને લોહી નીગળતે તે આકાશેથી આ સ્વર કરતો ધરતી પર પટકાઈ પડયો. એ પછી નૈમિષારણ્યવાસી મહાભાગ્યવાન મુનિઓએ બલરામજીની ખૂબ ખૂબ સ્તુતિ કરી, કદી વ્યર્થ ન જાય એવા કાયમી આશીવાદ પણ આપ્યા અને દેવરાજ ઇંદ્રને દેવતાલેક અભિષેક કરે છે તેવો અભિષેક પણ કર્યો. દિવ્ય વસ્ત્રાભૂષણે પણ આપ્યાં. ઉપરાંત કદી ન સૂકાય તેવી સૌંદર્ય મય કમલકૂલાની વૈજયંતી માલા પણ આપી. પછી બલરામજી કોશિકી નદીના તટ પર આવી સ્નાન કરી જ્યાંથી સરયૂ નદી નીકળે છે તે સરોવર પર ગયા. ત્યાંથી પાછી સરયૂકિનારે ચાલી પ્રયાણતીર્થ પર આવ્યા. ત્યાં તીર્થસ્નાન, ઉપરાંત દેવ, ઋષિઓ અને પિતૃઓનું પિંડત પણ કર્યું. ત્યાંથી પુલહા શ્રમ જઈ ગોમતી, ગંડકી તથા વિપાશા નદીમાં સ્નાન કરી સન નદીના તટ પર આવ્યા અને ત્યાં સ્નાન કરી વસુદેવજીની આજ્ઞા પ્રમાણે ગયામાં જઈ પૂજયજન કર્યું. પછી ગંગાસાગર સંગમ પર જઈ તથક્રિયાથી નિવતીને મહેંદ્ર પર્વત પર પહોંચ્યા. પરશુરામજીનાં ત્યાં દર્શન – અભિવાદન કરી ગોદાવરી, વેણુ, પંપા અને ભીમરથી આદિ નદીમાં સ્નાન કરીને કાર્તિકસ્વામીનાં દર્શન કર્યા. પછી મહાદેવજી પાસે શ્રીશૈલ પર પહોંચ્યા. ભગવાન બલરામે દ્રવિડ દેશના પુણ્યમય સ્થાન વેંકટોયન(બાલાજી)નાં દર્શન કર્યા...પછી શિવકાંચી, વિષ્ણુકાંચી થઈ કાવેરી સ્નાન કર્યું. ત્યાંથી શ્રીરંગક્ષેત્રે (કે જ્યાં સદા વિઘણું બિરાજમાન રહે છે, ત્યાં ગયા પછી વિષ્ણુ ભગવાનના ક્ષેત્ર ઋષભપર્વત, દક્ષિણ મથુરા તથા મેટાં મોટાં મહાપાપોને નષ્ટ

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325