________________
rec
મળી જ ગયા. તે મચ્છુ બીજી મામ્બ્લીની સાથે પડાયા ને માછીમારેાએ શબરાસુરને ભેટ આપ્યા પણ રસોઈયા જેવા એ મુચ્છને રસાઈ માટે કાપવા લાગ્યા ત્યાં તેા એમાંથી આ બાળક લાવ્યું ! તેથી શબરાસુરના રસાઇયાએએ તે માયાવતી નામની દાસીને સાંપી દીધું. એ બાળકને જોઈને એ દાસીને શક થઈ કે, આ બાળક ક્રાણુ હશે ?' એ જ સમયે ક્રૂરતા કરતા નારદ ઋષિ ત્યાં પહેાંચી ગયા અને એ દાસીને કહ્યું કે આ બાળક ખીજો કાઈ નથી, એ તા તારા પતિ કામદે પોતે જ છે. અને આખીયે કથની કહી છેવટે કહી દીધુ કે ‘હવે તારા પતિ આ રીતે તને સહેજે મળી ગયા.’ પરીક્ષિત ! આ માયાવતી બીજી કાઈ નહીં પણ કામદેવની જ યશસ્વિની પત્ની રતિ પાતે જ હતી. જે દિવસે ભગવાન શંકરના ક્રોધને લીધે કામદેવનું શરીર ભસ્મ થઈ ગયું હતું, તે જ દિવસથી તે રતિ પેાતાના પતિ ફરી જન્મે, એની વાટ જ જોઈ રહી હતી. તે જ રતિને શ બરાસુરે પેાતાને ત્યાં દાલ-ભાત અનાવવાના કામમાં રાકેલી, જ્યારે રતિને જણાયું કે આ બાળકના રૂપે મારા પતિશ્રો કામદેવજી પોતે છે ત્યારે તે તેમના પ્રત્યે ઘણેા ધો. પ્રય કરવા લાગી અને પ્રદ્યુમ્નકુમાર પણ ઘેાડા જ દિવસેામાં જુવાનજોધ ખની ગયા. માયાવતીએ પેાતાના આ પતિદેવને બધા પ્રકારની માયાવિદ્યાએ શીખવી, જેથી શંખરાસુરને પ્રદ્યુમ્ન મેાહગ્રસ્ત બનાવી મારી શકો. છેવટે પ્રદ્યુમ્નકુમાર અને માયાવતી બન્ને આકાશમાથી દ્વારિકાપુરીમાં જઈ ભગવાન કૃષ્ણના અંતઃપુરમાં આવી પહેાંચ્યાં. પ્રદ્યુમ્નકુમારને જોઈ રુકિમણીજીના સ્તનેામાં દૂધ ઝમવા માંડયુ, તે જ વખતે એક બાજુ જેમ દેવકી-વાસુદેવ પધાર્યા, તેમ ત્યાં નારદઋષિ પણ પધાર્યાં અને બધી વાતનો ફોડ પાડયો, જેથી રુકિમણીજી સહિત સૌ ખુશ ખુશ થઈ ગયાં.