________________
પદ્યુમ્ન પ્રાગટ્ય
મંદાક્રાંતા ધે બાળ્યું મદન-તન; એ રૂદ્રનાથ પ્રભુએ, ત્યારે તેણે હરિશરણથી રુકિમણું ગર્ભરૂપે; પાછું સ્થાન ગ્રહણ કરીને આપી પૂરી પ્રતીતિ, પ્રેમે ત્યાગે મનમેહ છૂપે ખરે કામ વેરી ૧
અનુટુપ માયાનું જેર ત્યાં વ્યાપે, વાસના–બીજ જ્યાં હશે, વાસના–બીજ જાયે જે, પ્રભુ-ગુરુ-કૃપા થશે. ૨
બ્રહ્મચારી શુકદેવજી બોલ્યા: “પરીક્ષિત ! આ રીતે રુકમી તથા શિશુપાલ અને તે બનેની મદદે આવેલા બધા રાજાઓને એમનાં સૈન્ય સાથે જીતી લીધા પછી ભગવાન કૃષ્ણ વગેરે દ્વારિકાનગરીમાં આવ્યા અને ત્યાં વિશિષ્ટ વિધિપૂર્વક વિદર્ભ રાજકુમારી રુકિમણીજી સાથે પાણિગ્રહણ કર્યું. પરીક્ષિતજી ! આ મહત્સવના પ્રસંગરૂપે દ્વારિકાનગરીમાં ઘેર ઘેર ઉજવણીઓ થવા લાગી. કારણ કે દ્વારિકાનગરીના એકેએક નાગરિકને ભગવાન કૃષ્ણ પ્રત્યે અનન્ય પ્રેમ હતો. તેથી તે સૌએ આ વરવધૂને નાની-મોટી અને ક ભેટ લગ્ન નિમિતે આપી. આ શુભ વેળાએ બધાં નાગરિકોના કાનમાં ચમકદાર કુંડલ શોભી રહ્યાં હતાં. ઊંચાં ઊંચાં વજ–વાવટાઓથી દ્વારિકાનગરી અજોડ રીતે દીપી રહી હતી. ચિત્ર-વિચિત્ર માળાઓ અને વસ્ત્ર તથા રને સાથે તેણે આપી રહ્યાં હતાં. દ્વારે દ્વારે માંગધ્યકારી ચીજો ને જળભર્યા કળશે દીપી રહ્યાં હતાં. અરજ અને ધૂપની સુગંધ ચોમેર મહેકી રહી હતી. દીવાઓનાં અજવાળાં વિલક્ષણ