________________
૫૧૮
પણ ઘૂરકતે.
એ વાંદરાના પોતાની સામે જ થતા આવા ચાળાથી ભગવાન બલરામજી ખૂબ ગુસ્સે થઈ ગયા. બલરામજીએ એક પથ્થરને ટુકડો તે વાંદરા તરફ નાખ્યો. પણ તે તે પિતાને પથ્થરથી બચાવીને ત્યાં પડેલે મધકળશ ઉઠાવી ગયો અને ખુદ ભગવાન બલરામજીના ચાળા પાડવા લાગ્યા. થોડી વારમાં તે મધકળશ ભાંગી પણ નાંખે, નારીઓનાં વા ફાડી નાખ્યાં અને હસતા હસતા બલરામજીને જ ઘર તિરસ્કાર કરવા લાગ્યો. ત્યારે બલરામજીથી ન રહેવાયું અને હાથમાં તે હલધરજીએ હલમુસલ ઉઠાવ્યું. પણ ત્યાં તે તે વાનરે પિતાના બળવાન હાથથી સાલવૃક્ષ ઉખાડી હલધર પર ફેકયું. પણ બલરામજીએ તે તે હાથ પર ઝીલી લઈ પિતાના સુનંદ નામના મૂળથી એ દિવિદ પર એવો તો પ્રહાર કર્યો કે તરત એનું માથું જ ફાટી ગયું. તેમાંથી રુધિર જાણે કોઈ પર્વત પરથી ગેરુધારા વહેતી હોય તેમ વહેવા લાગ્યું. છતાં તે દ્વિવિદે માથું ફાટવાની પરવા ન કરતાં ક્રોધિત થઈને બીજુ ઝાડ ઉખેડી એને બલરામજી પર ફેકયું. પણ તે ઝાડ બલરામજી પર પડે તે પહેલાં તો વળતો પ્રહાર કરી તે ઝાડના બલરામજીએ ટુકડે ટુકડા કરી નાખ્યા. વળી તેણે બીજુ ઝાડ ઉખેડીને ફેંકયું તે બલરામજીએ
એનેય પોતાના શરીર ઉપર લાગ્યા પહેલાં જ છિન્નભિન્ન કરી નાખ્યું. આમ એ વૃક્ષયુદ્ધમાં આ વાંદરાએ આખા વનને જ વૃક્ષહીન બનાવી મૂક્યું. વૃક્ષો ન રહ્યાં એટલે એ દ્વિવિદે મોટા મોટા પહાડ જેવડા પથ્થર ફેકવા માંડયા. તેમાંય ન ચાલ્યું એટલે જોરથી પિતાની લાંબી ભુજાથી બલરામજીની છાતી પર પ્રહાર કર્યો. હવે ભગવાન બલરામજીએ પણ હળમુસળ એક બાજુ મૂકીને પોતાના બે હાથથી એની ગળાની હાંસડી પર જ પ્રહાર કર્યો. તેથી તે લોહીયાળ બનલે વાનર ધરતી પર પટકાઈ પડશે. તેના ધરતી પર પડવાથી ઝાડ અને શિખરોની સાથે સાથે આ પર્વત જ ડોલી જ ઊઠે