________________
૫૩૪
નહે. પણ હવે મારાથી આ બધું સાંખી શકાય એમ નથી. એટલે તક આવ્યે આ પાંચ પાંડવે અને આ માટી અભિમાની એવી દ્રૌપદીને ખબર પાડી જ દઉં કે, જુઓ, અસલી વાત આમ છે. મતલબ, હે પરીક્ષિતજી ! ઈર્ષા અને મિશ્યામદથી હવે એ બહાનું શોધવા લાગ્યા.
તેવામાં જ એક ઘટના એવી બની કે “મયદાનવે શ્રીકૃષ્ણની આજ્ઞાથી યુધિષ્ઠિર માટે પિતાના મહાન સામર્થ્યથી જોતજોતામાં એવી અદ્દભુત સભાની ઈમારત બનાવી કાઢી હતી કે જ્યાં જલ જેવો ભાસ થાય ત્યાં સ્થલ જ હોય અને જ્યાં સ્થલ જેવો ભાસ થાય ત્યાં જલ જ હોય !' એમાં યુધિષ્ઠિર દેવેન્દ્રની જેમ સિહાસન પર શોભતા હતા. બંદીજને ધર્મરાજનાં યશગાન કરતા હતા. તે વખતે ત્યાં જોગાનુજોગ દુયોધન આમંત્રણવશાત્ પિતાના ભાઈએ સાથે બની–ડનીને આવ્યું. અને ધર્મરાજ યુધિષ્ઠિરની અહીં થતી તારીફ સાંભળીને તે ઈષ્યની આગમાં બળતો હતો તેવામાં ખરે જ જયાં જ આવ્યું ત્યાં ભાન ન રહેતાં કાદવવાળા પાણીને પણ કરી જમીન ક૯પીને તેમાં ખાબકી પડયો. દુર્યોધનનાં બધાં કપડાં બગડ્યાં ઉપરાંત અંગ પણ કાદવથી ખરડાયું. તે જ વખતે ત્યાં ઉપરના ભાગમાં જે ચેડાં માણસો બેઠેલાં તેમાં સતી દ્રૌપદી પણ હતાં. તેઓ પણ દુર્યોધનની બનેલી આ દુર્ઘટના જોઈ ખડખડાટ હસવા લાગી ગયાં અને ભાભીના નાતે નિર્દોષ ભાવથી અંધપુત્ર કહી મજાક કરી. પછી તે કૃષ્ણ વગેરે પણ બીજાઓ એમાં ભળ્યા ! ધર્મરાજ યુધિષ્ઠિરને આ ગમ્યું નહિ. પિતાની સરતચૂકથી થયેલી આ હાલત પ્રત્યે હસવામાં મુખ્ય નિમિત્ત તે દ્રૌપદી જ છે માટે આનું તથા આ પાંડવોનું જેટલું બને તેટલું બૂરું કરીને એ બધાને સીધાં કરું જેથી કરી ને ભૂલી જાય એમ દુર્યોધન વિચારતે રહ્યો. ત્યારથી ખૂનખાર જગની જન મને મન કરવા લાગી ગયો.