Book Title: Abhinava Bhagawat Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 317
________________ ૫૩૬ અપહરણને રાષ હતો જ. તે વખતે રાજા જરાસંધની સાથોસાથ શાહને પણ યદુવંશીઓએ જીતી લીધેલ. આ ખુન્નસથી શાવે કેટલાય રાજાઓ સામે “જગતમાંથી હે યદુવંશીઓને મિટાવી જ દઈશ.” એવી પ્રતિજ્ઞા કરેલી. છેવટે પશુપતિ શંકરને તપથી રીઝવીને એક એવા વિમાનનું વરદાન માગી લીધેલું કે જે વિમાન કેઈ દેવ, અસુર, માનવથી તૂટે નહીં અને જ્યાં જરૂર પડે ત્યાં ઈશારો કરતાં વે ત ચાલ્યું જાય. ભગવાન શંકર તે ભોળાનાથ. તેમણે એ વિમાન આપ્યું. મૂખ શાવે એ સાધન આવ્યા પછી દ્વારકા પર ચઢાઈ કરી. પ્રાચીન કાળમાં ત્રિપુરાસુરે આખી પૃથ્વીને પીડિત કરેલી, તેમ શાવે પણું દ્વારિકાને “ત્રાહિ ત્રાહિકિરાવી. આ જોઈ ભગવાન પ્રદ્યુમનજી રથ પર સવાર થઈ નીકળી જ પડયા. તેમની પાછળ અક્રૂરજી, સાત્યકિ વગેરે પણ આવ્યા હતા. જો કે શાલ્વનું વિમાન વિચિત્ર હતું ! ઘડીમાં આકાશે તો ઘડીમાં જમીને અને વળી પાછું ઘડીમાં તે પર્વત પર દેખાતું છતાં યદુવંશીઓ યુદ્ધથી હટતા જ ન હતા. એવામાં શાવના સારથિ ઘુમાનની પિલાદી ગદા લાગવાથી પ્રદ્યુમ્ન મૂચ્છિત થઈ ગયા, ત્યારે સારથિ રણમેદાનમાંથી અલાયદા પ્રદ્યુમ્નને લઈ ગયે ! મૂરછ વળતાં દારુકપુત્ર સારથિને બહુ ઠપકો આપે. પણ સારથિએ સ્પષ્ટતા કરી કે આ વખતે સારથિ તરીકે મારે પણ વિશિષ્ટ ધમ છે, તેથી મારે આમ કરવું પડેલું. તરત હાથ–મે ધોઈ પ્રદ્યુમ્નજીએ પોતાના સારથિને ફરી “ઘુમાન” પાસે રથ લઈ જવા કહ્યું. સારથિએ પણ એમ જ કર્યું. આ સમયે ભગવાન કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થમાં ધર્મરાજ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં ગયેલા અને તેમના સૌના આગ્રહને કારણે રોકાયેલા. તેવામાં વચ્ચે આ અક૯પ્ય ઘટના બની ગયેલી, લગાતાર સત્તાવીસ દિવસ લગી આ ધમસાણ યુદ્ધ ચાલ્યું. ત્યાં તે ભગવાન શ્રીકૃષ્ણ

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325