Book Title: Abhinava Bhagawat Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 312
________________ પ૩૧ યુધિષ્ઠિરને એટલે તે આનંદ થયો કે એમનાં નયને હર્ષાશ્રુઓથી છલકાઈ ગયાં! આવા આનંદમય અવસરે ભગવાનનાં સૌએ એકસરખા ભાવે “નમો નમઃ' ઉચ્ચારી યશોગાન કર્યા. આકાશેથી સ્વમેવ પુષ્પવર્ષા થવા લાગી ગઈ ! બસ, તે જ સમયે પોતાના આસન પર બેઠેલે શિશુપાલ તેજે લાલઘૂમ આંખ કરી બોલી કોઠયોઃ સભાસદે ! શ્રુતિઓનું એ કથન તદન યોગ્ય છે કે એકમાત્ર કાળ જ પરમેશ્વર છે. લાખ ચેષ્ટાઓ કરે, પણ કાળ પિતાનું કામ કરે જ છે. કાળને રોકી શકાતો જ નથી. પ્રત્યક્ષ પ્રમાણુ એનું મેં અહીં જ જોઈ લીધું. નહિ તે અહીં મોટા મોટા તેજસ્વી ઋષિ-મુનિઓ બેઠા છે તેમને છોડી જેનું કાઈ કુળ કે વર્ણ જ નથી, જેમના બંધુઓ દારૂડિયા છે, તેવા ગોવાળિયા કૃષ્ણની અપૂજા શી રીતે ? આમ અતિશય કડવી રીતે તેણે ભગવાન કૃષ્ણ પરત્વે પિતાને તેષ પ્રગટ કર્યો. સૌ ભકતો આથી ગુસ્સે થયા અને શસ્ત્રો સજવા લાગ્યા. કેટલાકે તે સામે પણ કડવી વાત કરી સ્થાન જ છેડી દીધું. કારણકે, “હે પરીક્ષિત રાજા ! જે ભક્ત ભગવાનની નિંદા સાંભળી ત્યાં બેઠા રહે છે. તે ખરી રીતે ભકત હોવાની પોતાની નાલાયકી જ પુરવાર કરે છે. એટલે પિતાની ઢાલતલવાર લઈ તેઓ સભાની બહાર નીકળી ગયા. પણ સામે તે શિશુપાળે એમને ખેધ લીધો અને આગળ-પાછળને કશે વિચારવિવેક ન કરતાં તે પણ પિતાની ઢાલ તલવાર લઈને ભરી સભામાં ભગવાન કૃષ્ણના એ પક્ષપાતી રાજાઓને પડકારવા લાગી ગયે. આ રીતે લડવા તૈયાર થયેલો એને જોઈ ખુદ ભગવાન કૃષ્ણ પિતે જ ઊઠી પડ્યા અને પ્રથમ તે પિતાને પક્ષપાત કરનારા રાજવીઓને શાન્ત પડયા અને જોતજોતામાં શિશુપાલ સામે થાય, તે પહેલાં તો શિશુપાલનું માથું તીખી ધારવાળા ચક્રથી કાપી નાખ્યું. આમ શિશુપાલના મોતથી ત્યાં મોટો કોલાહલ મચ્યું. ત્યાં ઉપસ્થિત તેના બધા

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325