Book Title: Abhinava Bhagawat Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 308
________________ ૫૨૭ હું કહીશ. ધર્મ રાજ એક રાજસૂય યજ્ઞ કરવા માગે છે અને એમાં અનિવાર્યપણે આપની હાજરી ઇચછે છે. કારણ કે, આમ તો તેઓ અઢળક રાજરિદ્ધિના ધણી છે, એમને કામના નથી, પરંતુ આ યજ્ઞનિમિતે આપ ત્યાં પધારી શકે. આમ, ખરી રીતે તો આપની કોઈ ને કઈ રીતે ત્યાં તેઓ હાજરી ઈચ્છે છે, જે આ૫ આ નિમિત્તે પૂરી કરી શકે. એટલું જ નહીં પરંતુ આપની યજ્ઞમાંની ઉપસ્થિતિને લીધે મોટામેટા દેવતાઓ ઉપરાંત મોટામોટા રાજાએ પણે ત્યાં આવે અને ધર્મરાજ વગેરે પાંડવેને આ બધું આપની હાજરીમાં જોવા મળે.” નારદજીની આ ઇન્દ્રપ્રસ્થ રાજસૂય યજ્ઞમાં જવાની વાતથી ત્યાં જેટલા યાદવવી બેઠેલા હતા તેઓના સોના મનમાં ચિતા થવા લાગી કે, ખરી રીતે તે રાજાઓ વતી જે દૂત આવેલ છે અને જરાસંધ રાજવી પાસેથી આ જેલવાસી રાજાએ મુક્તિ મેળવવા ઝંખે છે, તે કામ સૌથી પ્રથમ થવું જોઈએ તેને બદલે નારદેવષિએ આ ઈદે તૃતીય ક્યાંથી કાઢયું ? આ બધા તાલ અનાસક્તભાવે ભગવાન કૃષ્ણ પોતે જોઈ જ રહ્યા હતા. તેઓ સ્મિત વેરતા વેરતા બોલ્યા : “અરે ઉદ્ધવ ! તું તે અમારો હિતેચ્છુ મિત્ર છે. ઉપરાંત રાજનીતિનું રહસ્ય પણ તું બરાબર જાણે જ છે એટલે તારી સલાહ પૂરેપૂરી રીતે બરાબર હોય છે અને હશે જ. જ્યારે ઉદ્ધવે જેયું કે ભગવાન કૃષ્ણ અને પિતાને જ આ બાબતમાં મહત્ત્વ આપવા માગે છે એટલે ભગવાનની આજ્ઞા સમજી એને માથે ચડાવી આ પ્રમાણે કહેવાનું શરૂ જ કરી દીધું: “જુઓ ભગવન્દેવર્ષિ નારદે ધર્મરાજ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞની વાત કરી તે પણ ઠીક છે અને શરણાગત-વત્સલ તરીકેના ધર્મ પાલન મુજબ રાજવી જરાસંધ પાસેથી જેલવાસી રાજવીઓને છોડાવવા એ પણ બરાબર જ છે. આ બને વાતો પરસ્પર વિરેધી ઉપલક રીતે કદાચ લાગે, પણ બને

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325