Book Title: Abhinava Bhagawat Part 2
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 298
________________ ૫૧૭ કરી દેતો. મોટે ભાગે તે દ્વિવિદ વાનર આવું કૃત્ય આનર્ત દેશમાં જ કરતો હતો, કારણ કે પોતાના મિત્ર ભૌમાસુરને મારનારા ભગવાન શ્રી કૃષ્ણ એ જ દેશમાં રહેતા હતા એ આમ તો વાંદરો હતો, પણ એ વાંદરાનું બળ હજારો હાથીએ કરતા પણ કોઈ વાર વધારે જણાઈ રહેતું હતું ! કઈ વાર સમુદ્રને કાંઠે એ દુષ્ટ વાંદર જઈને સમુદ્રજળ એવું તો અને એટલું તો ઉછાળી નાખતો કે આજુબાજુના પ્રદેશને એ ડુબાડી દેતે. ઋષિમુનિઓના હરિયાળા આશ્રમોને ઉજજડ કરી દે અને એ ઋષિમુનિઓના પવિત્ર યજ્ઞસંબંધી અગ્નિકુંડોમાં મળમૂત્ર નાખી અગ્નિઓને જ દૂષિત કરી દેતે. જેમ ભંગી નામને કીડો બીજા કીડાઓને લઈ લઈને પોતાના બંદીવાન બનાવી દે છે તે જ રીતે તે મદોન્મત્ત વાંદરે નરનારીઓને લઈ જઈ પહાડોની ખાણે તથા ગુફાઓમાં નાખી આવતો અને મોટા મોટા પથ્થરા લઈ તે ગુફાઓ વગેરેની બહાર નીકળવાનાં કારોને જોરથી બંધ કરી દેતો. અરે પરીક્ષિત ! વધુ તને શું કહું, પણ ખાનદાને સ્ત્રીઓનું ચારિત્ર્યખંડન પણ તે કરી નાખો. આમ એ વાંદરાએ દેશના અનેક ભાગોમાં ઉધમાત મચાવી દીધેલા. એક દિવસ સુલલિત સંગીત સાંભળી તે રેવતાક પર્વત પર આવી લાગેલે. એ વાંદરાએ જોયું કે બલરામજી સુંદર સુંદર સ્ત્રીઓના ડમાં વિરાજેલા છે; જાણે કોઈ મદમાતે હાથી અનેક હાથ એ વચ્ચે હોય તેવા બલરામજી ભતા હતા. ત્યાં એ દુષ્ટ વાનર ઝાડ પર ચઢીને એને ઝકઝોરવા લાગ્યો. વળી એ યુવાન સ્ત્રીઓ સામે આવી ચિચિયારીઓ કરવા લાગે. તે ચંચળ સ્ત્રીએ વાનરની આવી વિટ્ટાઈ જોઈને હસવા માંડી. કારણ કે અહીં બલરામજી હાજર હોવાથી એ યુવતી નારીઓને ડર તે હવે જ નહીં. એટલે તે વાંદરા પણ ભગવાન બલરામજીની સામે જ એમની અવહેલના કરી તે યુવતીનારીઓને કોઈ વાર પિતાની ગુદા દેખાડતે, તો કઈ વાર પિતાની આખે મટમાવતો. કોઈ કોઈ વાર વળી ગરજી–ગરજીને માંથી

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325