________________
૪૯૩
બ્રહ્મચારી શુકદેવજી કહે છે: “પરીક્ષિત ! જ્યારે પાંડવો લાક્ષાગૃહમાં બળી ગયા નથી એમ રપષ્ટપણે જાહેર થયું, ત્યારે કૃષ્ણ પાંડવોને મળવા ઇદ્રપ્રસ્થમાં જાતે પધાર્યા. ભાઈ સાત્યકિ અને બીજા થોડા યદુવંશી પણ એમની સાથે હતા. જ્યારે પાંડવોને ખબર પડી કે ખુદ ભગવાન કૃષ્ણ પિતાને ત્યાં સામે ચાલીને પધારે છે, ત્યારે તેઓ ખૂબ ઉત્સાહભેર ભગવાન કૃષ્ણની સામે તેમને લેવા ગયા અને પરસ્પર પ્રેમાલિંગન કર્યા, ભગવાનનું પિતાનું આલિંગન થાય ત્યાં પાપ-તાપ તો ધોવાઈ જાય, તે કુદરતી હતું. ભગવાન કૃષ્ણનું અતિમનોહર મુખ જોઈ, તેઓ ખૂબ આનંદમગ્ન બની ગયા. પિતે ખુદ ભગવાન છતાં વિનયધર્મની મહત્તારૂપે પિતાથી મોટેરા એવા ધર્મરાજ યુધિષ્ઠિર તથા ભીમસેનનાં ચરણોમાં ભગવાને ખુદ પ્રણામ કર્યા; અર્જુનને હૈયાથી ચાંપી લીધા. તરત સહદેવ–નકુલની બાંધવ જેડીએ ભાવપૂર્વક ભગવાનનાં ચરણે વંદન કરી લીધા. આ વિધિ પત્યા પછી પરમ સુંદરી દ્રૌપદી (જે હજુ તાજી જ પરિણીત થવાને કારણે થોડી લજજાવતી હતી, તે) ધીરે ધીરે ભગવાન પાસે આવી અને તેણીએ ભાવપૂર્વક પ્રણામ કર્યા. પાંડવોએ ભાઈ સાત્યકિનું પણ ભગવાન સાથે હોવાથી ભગવાન શ્રીકૃષ્ણના જેવું જ સન્માનભર્યું ગૌરવ કર્યું. બીજ યદુવંશીઓને પણ યથાયોગ્ય સત્કાર કર્યો તથા ભગવાન કૃષ્ણની ચારેય બાજુ આસન પર અદબભેર બેસી ગયા.
ત્યાર બાદ ભગવાન કૃષ્ણ પિતાનાં ફઈબા કુતીમાતાની પાસે જઈને પ્રેમપૂર્ણ પ્રણામ કર્યા. કુતીમાતાએ અત્યંત માતૃનેહવશ એમને હદયે લગાડી લીધા. તે વખતે માતાજીની આંખે હેતથી છલકાઈ ગઈ. અરસપરસ કુશલક્ષેમ સમાચાર આપ્યા-લીધા. પરંતુ માતુશ્રી કુંતીજીનું ગળું તે વાસ–વિવળતાથી કયાંય લગી રૂંધાઈ ગયેલું રહ્યું. માતૃહૃદયની આ જ વિશેષતા છે ને ! ભગવાન કૃષ્ણના ખૂબ પૂછવાથી માતાજી બોલ્યાં : “વીરા ! અમારા પ્રત્યે