________________
૫૦૫
કરવા તત્પર રહેતી હતી. ભગવાનના પુત્રોમાં રુકિમણીજીના જે દશ પુત્રો હતા, તેમાં સૌથી મોટા પુત્ર પ્રદ્યુમ્ન હતો. પ્રદ્યુમ્નનું માયાવતી રતિની સાથે તો લગ્ન પ્રથમ થયું જ હતું, પણ સાથે સાથ ભોજકટનગર નિવાસી રૂકમી રાજવીની પુત્રી રૂકમાવતીથી પશુ લગ્ન થયેલાં. રૂકમાવતીના દીકરાનું નામ બલશાળી આનરુદ્ધ પ્રખ્યાત હતું.” આટલું સાંભળતાં જ અહીં પરીક્ષિત રાજાને પ્રશ્ન થયો અને તે વાત તેઓએ બ્રહ્મચારી શુકદેવજીને પૂછી કે “રુકમો રાજા તે ભગવાન શ્રીકૃષ્ણને હાથે પિતાની જે હાલાકી થઈ હતી, તે વૈરનો બદલો લેવા હંમેશાં તાકતો રહેતો હતો, પછી એ જ ભગવાન કૃષ્ણના પુત્રની સાથે પિતાની દીકરીનાં લગ્ન કરવા શાથી પ્રેરાય ? આ એક મારા મનની મોટી શંકા છે. આપ જ્ઞાની પુરુષ છે, એથી એનું સમાધાન અવશ્ય કરી શકશે.”
ત્યારે શુકદેવજી બેલ્યા : “પરીક્ષિત ! પ્રદ્યુમ્ન પિોતે અતિશય સુંદર હતા, જાણે કામદેવની જ જીવંત પ્રતિમા જોઈ લે ! જેવું પ્રદ્યુમ્નનું લાવણ્ય સુંદર હતું, તેવા જ એના ગુણે પણ દેદીપ્યમાન હતા. આથી એના ગુણ અને રૂપથી મુગ્ધ થઈને રુકમી રાજાની પુત્રી રુકમવતીએ જાતે જ સ્વયંવર સમારોહ વખતે એ જ પુરુષને વરમાળા આરોપી દીધી હતી. તે સ્વયંવર સમારોહમાં આવેલા બધા રાજાઓને શ્રીકૃષ્ણપુત્ર પ્રદ્યુમ્ન વાતવાતમાં જીતી લીધા હતા અને રુકમાવતીનું પિતાના પિતા ભગવાન કૃષ્ણની જેમ પ્રદ્યુમ્ન પણ અપહરણ જ કરેલું. આવું બનવાથી રકમ વધુ ને વધુ ડંખીલો બની ગયેલો. એમ છતાં પિતાની બહેન રુકિમણુએ પોતાને બચાવી લીધેલ હોવાથી, તે બહેન રુકિમણને રાજી કરવા અને પોતાની પુત્રી રુકમાવતી પ્રદ્યુમ્નને સ્વયં વરમાળા પહેરાવવાની હદે પ્રેમ જોયો તેથી હવે લગ્ન મંજુર રાખવું એમાં જ શાણપણ છે, એમ સમજી રુકમીએ તેમ જ કર્યું.