________________
૫૦૬
પરીક્ષિતજી ! જેમ રુકિમણીજીની કુખે દશ પુત્ર ભગવાન કૃષ્ણને હતા, તેમ એક કન્યા પણ જન્મી ચૂકી હતી, જેનું નામ “મૃગનયની” હતું. એનું બીજું નામ ચારુમતી પણ હતું. કૃતવર્માના પુત્ર બલિ સાથે એને વિવાહ થયેલ. પરીક્ષિત ! ભગવાન શ્રીકૃષ્ણ સાથે રુકમોનું પુરાણું ગેર તો હતું જ, પણ એમ છતાં રુકિમણું બહેનને પ્રસન્ન કરવા રુકમીએ પોતાની પૌત્રી “રોચનાનું પણ લગ્ન પેતાના દૌહિત્ર”
અનિરુદ્ધ(જે પ્રદ્યુમ્નને પુત્ર હતા.)ની સાથે કરી નાખ્યાં. જો કે તેને (૨કમીને) એ ખબર હતી જ કે આ જાતનાં લગ્ન ધર્મવિહિત નથી, છતાં તે લગ્ન તેણે માન્ય કર્યા જ. આમ લગ્ન તો ભેજકટનગરમાં શાન્તિથી પત્યાં, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ, રુકિમણીજી, પ્રદ્યુમ્ન, સાંબા આદિ સાથે દ્વારકાથી બલરામજી પણ તેમાં આવ્યા હતા. આ તકનો લાભ લઈ કલિંગનરેશ વગેરે રાજાઓએ રુકમીને બહેકાવી તેને બલરામજી સાથે જુગાર ખેલાવડાવ્યું. જુગારમાં “કમીએ દગો કર્યો. પણ આકાશવનિ એ છે કે રુકમોજી ! દગો ન કરે. તમે દાવમાં આ વખતે હાર્યા છે, બલરામજી જીત્યા છે. પણ તે આકાશવાણ પણ કાને ન ધરતાં દગાબાજ રુકમી પિતાની વાતને જ વળગી રહ્યો. જેથી ગુસ્સામાં આવી જઈ મહાસમર્થ બલરામજીએ જોરથી ગદા મારતાં રુકમીના પ્રાણ તે જ પળે ચાહવા ગયા અને આવી મશ્કરી બદલ કલિંગરાજા વગેરેનાં હાડકાં પણ શ્રી બલરામજીએ ખરાં કરી નાખ્યાં...
જે કે પિતાના સાળા રુકમી પિતાના જ વાંકે મરતાં રખે રુકિમણીજીને ભાઈ પ્રત્યેના અનુરાગને કારણે દુઃખ થશે, એ વિચારે આ પ્રસંગે ભગવાને પોતાને રાજીપે છાને જ રાખે. આમ એકી સાથે બે કામો થયાં: (૧) અનિરુદ્ધનાં લગ્ન અને (૨) શત્રુવિધ. પછી તે સૌ વરકન્યા સહિત દ્વારિકા પહોંચી ગયાં.