________________
૪૧
બ્રહ્મચારી શુકદેવજી કહે છેઃ “રાજ પરીક્ષિત ! ભગવાન કૃષ્ણ જાણતા જ હતા કે, પાંડવોને વાળ પણ વા કે લાક્ષાગૃહ બળવાથી નહેાતે થયો, તે તેમના બળી જવાની વાત તો કેટલી બધી હાસ્યાસ્પદ ? પણ જયારે લોકપ્રચલિત વાતમાં કુંતીમાતા અને પાંચ પાંડવ લાક્ષાગૃહમાં બળી મર્યા છે, એ ચાલ્યું, એટલે તેઓ કુળપરંપરા મુજબ તેમના માટે લેકચાર કરવા ભાઈ બલરામજી સાથે હસ્તિનાપુરમાં આવ્યા. ત્યાં આવીને દાદા ભીમ, કૃપાચાર્ય, વિદુર, ગાંધારી અને દ્રોણાચાર્યને મળી તેમની સાથે સમવેદના પ્રગટ કરી. તેમજ કહેવા લાગ્યા : “પાંડવો અને કુંતીજીનું બળવું, એ તે પારાવાર દુઃખનું કારણ બન્યું !”
આમ ભગવાન કૃષ્ણ તથા બલરામજી હસ્તિનાપુર ગયા પછી દ્વારિકાનગરીમાં અક્રરછ તથા કૃતવર્માને અવસર મળી ગયો અને તેઓએ શતધન્વાને એ રીતે ઉશ્કેર્યો કે તું સત્યભામના પિતાશ્રી સત્રાજિત પાસેથી મણિ કેમ છીનવી નથી શકત ? ખરી રીતે પેલા પાપી શતધન્વાનું પાપ ઘણું વધી ગયું હતું અને તે તો ભગવાન કૃષ્ણને હાથે જ મરી શકે તેમ હતું. આ તરકટ કરીને સત્રાજિતને શતધન્વાને હાથે મરાવ્યો. સત્રાજિત રાજ મૂળે તે સત્યભામાના પિતાજી હતા. મહારાણી સત્યભામા પિતાના મૃત્યુથી નબાપા બન્યાં અને ખૂબ રડયાં તથા દ્વારકા જઈ ફરિયાદ કરી, તેથી ભગવાને સત્યભામાને ઊંડો અને સક્રિય દિલાસો આપી પોતે અને પિતાના ભાઈ બલરામજીની મદદથી શતધવાને મારી જ નાખે. જોકે શતધcવાએ અરજી તથા કૃતવર્માની ભગવાન કૃષ્ણની સામે સહાય માગેલો. કારણ કે તેને ખબર પડી ગયેલી કે ભગવાન કૃષ્ણ તેને માર્યા વગર નહીં રહે. પરંતુ ભગવાન કૃષ્ણની સામે થઈ અક્રૂરજી કે કૃતવર્મા એને શી રીતે સહાય કરી શકે ? ખેર
આમ શતધન્વા મરી તે ગયો પણ સ્યમન્તક મણિ શતધન્વા