________________
૪૯૬
મલિની શુચિ પ્રણય ધરાવે, વિશ્વવાસલ્ય બીજ, સલ સુવનિતામાં, રોપવા હેતુથી જ; પરમ પતિ પ્રભુ શ્રીકૃષ્ણજી અવતર્યાતા, નિખિલ અવનિ માંહે, ભૂમિ આ ભારતીમાં. ૩
બ્રહ્મચારી શુકદેવજી બોલ્યાઃ “અવન્તિ (ઉજજૈન)ના રાજાઓ હતા વિંદ અને અનુવિંદ. તેઓ દુયોધનના અધીન અને અનુયાયીઓ હતા. તે બને ભાઈઓની બહેન મિત્રવિંદાએ સ્વયંવરરૂપે ભગવાન કૃષ્ણને જ વરવા વિચારી લીધેલું, પરંતુ એ બન્ને બંધુરાજાઓએ તેણુને તેમ કરતાં નાહક અટકાવી મૂકી. પરંતુ ભગવાન કૃષ્ણ એ કુંવરીની પિતા તરફની પ્રણયભાવને નિહાળી બધા રાજાઓની વચ્ચેથી તેણીનું અપહરણ કરી ગયા અને સેવે રાજાઓ હાથ ઘસતા એમ જ રહી
યી,
પરીક્ષિત ! કાસલ નરેશ નગ્નજિત એક સારા ધાર્મિકવૃત્તિના રાજા હતા. એ રાજવીની પરમસુંદરી કન્યાનું નામ “નગ્નજિતી સત્યા હતું. કાસલનરેશે તે નિમિતે એક વજ-સંક૯પ કરેલે તે એ કે, પોતાના સાત મહાશક્તિધર બળદને એકીસાથે જે વશ કરે તેને પોતાની આ કન્યા અતિશય સ્નેહપૂર્વક વરાવવી ! એ બળદોનાં શિંગડાં એવાં તે તીક્ષણ હતાં કે એ સાતેય બળદો એકીસાથે વશ કરી લેવા એ કાંઈ સહેલું કામ ન હતું. તેઓ (બળદો) તે એટલા બધા બળવાન હતા કે મોટા મોટા ગણાતા મહારાજાઓને એમણે ધૂળ ચાટતા કરી દીધેલા. જેથી હજ લગી કોઈ એ “સત્યા' કન્યાને વરી શકેલું નહોતું. પરંતુ જયારે આ વાત યદુવંશીઓના વહાલા ભગવાન શ્રીકૃષ્ણ સાંભળી ત્યારે, તેઓ એક મોટી સેના લઈને કેસલપુરી (અયોધ્યા) પહોંચ્યા