________________
૪૩૫
દાંત જ ઉખેડી નાખ્યા અને એ દાંતથી જ હાથી અને માંડવત બંનને ઠેકાણે કરી નાખ્યા અને ત્યાં જ બંનેને મરેલા છે. બને દાંત સાથે તેઓ રંગભૂમિમાં પ્રવેશ્યા. બસ, અત્યારે સૌને એ કૃષ્ણ ભગવાનમાં બધા જ રસને જુદી જુદી રીતે પ્રત્યક્ષ અનુભવ થઈ ચૂક્યો. છેવટે, ચાણુર, મુષ્ટિક આદિ પહેલવાન ઉપરાંત મામા કંસને પણ ઠેકાણે કરી નાખ્યા અને બંને ભાઈઓએ ત્યાંથી જેલમાં જઈને પિતાનાં માતાપિતા વસુદેવ-દેવકીજીને જેલબંધનથી છેડાવ્યાં અને પિતાનાં મસ્તક બંનેનાં ચરણમાં નમાવી એ બંનેની ચરણરજ માથે ચઢાવી વંદના કરી. એ પછી બંને હાથ જોડી ઊભા રહી ગયા !”
કર્તવ્યપૂર્તિ
અનુપ સ્નેહ વિદે નિઃસંગી શુદ્ધ ગંગાની ચીવન; જોયું, જાણ્યું અને માણ્યું, શ્રીકૃષ્ણપ્રભુ-જીવન. ૧ વ્રજ ને દ્વારિકા વચ્ચે, પરાયાં પોતીકાં અનેક તો ત્યાં મેહ, કર્તવ્ય સંબંધે સાચવ્યા, અહે!! ૨
ગૌરવ ન્યાયસંપન્ન આજીવિકા વિશુદ્ધને આત્મકિરણના રૂપે આત્મ-વિચાર ઉદ્દભવે. ૩
બ્રહ્મચારી શુકદેવજી કહે છે : “રાજા પરીક્ષિત ! ભગવ! 1 કુશે વિચાર્યું કે હવે જ્યારે માનવાવતાર લીધો છે, ત્યારે પિતા પ્રત્યે માતાપિતા (વસુદેવ-દેવકીજી) ભગવદ્ભાવ જ જે રાખશે તો એમના નેહવાત્સલ્યનું પરસ્પર સંવેદન નહીં થાય, એમ ધારી તેઓને કસુદેવ