________________
૪૭૦
બ્રહ્મચારી શુકદેવજી બોલ્યા : “રાજા પરીક્ષિત ! રાજા ભીષ્મક વિદર્ભ દેશના અધિપતિ હતા. એમને પાંચ પુત્રો અને એક જ સુંદર કન્યા હતી. પાંચ દીકરાઓમાં સૌથી મોટા પુત્રનું નામ રુકમી હતું. બીજા ચારનાં નામ ક્રમશઃ (૧) રુકમરથ (૨) રુકમબાહુ (૩) રુકમકેશ અને (૪) રુકમમાલી હતાં. રુકિમણી તે સુંદર અને ખૂબ જ લાવણ્યવતી હતી. જ્યારે એણે પક્ષ રીતે ભગવાન કૃષ્ણનાં સૌદર્ય, પરાક્રમ, ગુણ અને વૈભવની પ્રશંસા સાંભળી–જે તેને ત્યાં આવતો પ્રત્યેક અતિથિ પ્રાયઃ ગાયા જ કરત-જ્યારે રુકિમણીએ વિચારીને છેવટે એ જ નિર્ણય કર્યો કે મને અનુકૂળ તે આ એક જ પુરુષ છે. એટલે ગમે તે થાય પણ મારે જે વરવું તે એમને જ વરવું!
આ રીતે માનસિક રીતે તેણે પતિ તરીકે શ્રીકૃષ્ણને સ્વીકારી જ રાખ્યા હતા, પરીક્ષિત ! ચુંબક અને લેઢા કરતાંય નકકર આકર્ષણ પતિ-પત્ની વચ્ચેના પ્રણયનું હાય આ પ્રણય આવાં પતિપનીના સંબંધમાં શબ્દોમાં ન સમજાય તેવો કુદરતી રીતે જ હોય છે, આમ રુકિમણીનું ભરયુવાનીમાં જેમ શ્રીકૃષ્ણ પ્રતિ ખેંચાણ હતું તેમ એવા જ એ ભગવાન કૃષ્ણની જવાની પણ ભીષ્મક પુત્રી રુકિમણી પર ફિદાફિદા હતી ! મતલબ આ બન્ને નારી-નરનાં પારસ્પરિક રીતે કુદરતી જ ખેંચાણે હતાં. જેમાં શ્રીકૃષ્ણ ગુણભંડારરૂપ હતા તેમ રુકિમણી પણ જેવી રૂપાળી હતી, તેવી જ શીલવતી અને વીરાંગના હતી. એટલું જ નહીં, બલકે ખૂબ ઉદાર અને બહાદુર પણ હતી જ, પરંતુ આ બન્ને વચ્ચેના જોડાણમાં મોટામાં મોટી આડખીલ રુકિમણીનો મોટો ભાઈ શ્રી રૂકમી હતો ! રુકિમણી પિતે જેમ શ્રીકૃષ્ણને ચાહતી હતી તેમ રુકિમણીના પિતાશ્રી રાજ ભીષ્મક તથા રુકિમણીના મોટા ભાઈ રુકમથી નાનેરા ચારેય ભાઈઓ પણ શ્રીકૃષ્ણ પ્રત્યે જ – શ્રીકૃષ્ણના ગુણને લીધે ખેંચાયા હતા ! સુશીલપણું, વીરતા અને સાથેસાથે સોંદર્ય આ ત્રિવેણીનો સુમેળ કઈ વિરલ સન્નારીમાં જ હોય ! પણ તે ત્રણેય ગુણે સોળે કળાએ રુકિમણુમાં દીપી ઊઠેલા.