________________
૪૭૧
પરંતુ તેને મોટે ભાઈ રુકમી ખરેખરો શ્રીકૃષ્ણને દેશી બની ગયેલે; એ મિથ્યાભિમાનના પૂતળા જેવો બની ગયેલો. શિશુપાળ તો ફઈબાને દીકરો હોવા છતાં શ્રીકૃષ્ણને કટ્ટર દુશ્મન હતો. એમ જોતાં શિશુપાળ અને રકમી વચ્ચેની મૈત્રી દિને દિને ગાઢ બની ગયેલી. તેથી પિતાની બહેન રુકિમણું વહેલામાં વહેલી તકે શિશુપાળને વરે તેવી પેરવી કરી રાખેલી. રાજા ભીષ્મક શ્રીકૃષ્ણને સૌથી વધુ ચાહતા પણ તેમનામાં જે માનસિક નિર્બળતા હતી, તે એ હતી કે તેઓ પોતાના મોટા દીકરા કમીની સામે થઈ કાંઈ ખાસ કરી શકે તેમ ન હતું. અધૂરામાં પૂરું રુકિમણની માતા પણ એક બાજુ પુત્ર રુકમી પ્રત્યે મમતાળુ હતી અને શિશુપાળ જે પોતાને જમાઈ થાય તે શિશુપાળ પાસે જે અઢળક સંપત્તિ હતી તેને લીધે હીરા-માણેક-મોતી-સેનું–રવું વગેરેથી પિતાની પુત્રી આખી મઢાઈ જાય તેવો મેહ પણ સાથે સાથે હતા.
સાચા પ્રણયીને મન ધૂળ સંપત્તિનું તો કોઈ મૂલ્ય જ નથી હેતું. રાજકુમારી રુકિમણુને પિતાના મોટા ભાઈની અને માતાની ખોટી માયા-મમતાની તેમ જ પિતાની માનસિક નબળાઈની ખબર પડતાં વાર ન લાગી. એટલે તે બહુ ફિકરમાં અટવાઈ ગઈ. પરંતુ આવાં સપ્રણયી જોડાંને કુદરત પણ સહેજે સહેજે મદદ કરવા અચાનક જ આવી ચડે છે. તેને એક એવી બાતમી મળી ગઈ કે “એક પ્રૌઢ બ્રાહ્મણ પિતાની નગરીમાં રહેતો અને વારંવાર રાજદરબારમાં આવતો જતે છે જે એવો શ્રીકૃષ્ણચાહક છે કે જે પ્રથમથી એના દ્વારા ખુદ ભગવાન કૃષ્ણને આ બધી માહિતી મળી જાય તે શ્રીકૃષ્ણ પણ એવા તે શીલવંત, સૌંદર્ય-સંપન્ન અને શૌર્યવંત છે કે આમાંથી કોઈને ને કોઈક રસ્તે જરૂર કાઢી શકશે. આ વિચારથી તેણુએ પિતાની દાસી મારફત એ પ્રૌઢ બ્રાહ્મણને રાજદરબારમાં બેલાવી લીધું અને નારીસુલભ શરમથી સંકેચાતાં સંકેચાતાં પણ પિતાના શ્રીકૃષ્ણ પ્રત્યેના ભાવો વ્યક્ત કરી દીધા. બ્રાહ્મણને આદર