________________
૪૭૮
હરણનો ફિકિમણીહરણનો પ્રયત્ન કરશે તે અમે બધાય રાજાઓ મળીને એમની સાથે લડી લઈશું. એ જ કારણે એ રાજાઓ પોતપોતાની પૂરી બહાદુર સેનાઓને સાથે લઈને આવેલા છે. જ્યારે આ ભગવાન કૃષ્ણના વિરોધી બધા રાજાઓની ગંદી હિલચાલન પત્તો બલરામને મળ્યો અને એમણે એ પણ જાણ્યું કે ભગવાન કૃષ્ણ પિતે એકલા કુંઠિનપુર રુકિમણીહરણ કાજે પહોંચી ગયા છે ત્યારે તેમણે મોટા યુદ્ધના અણસાર પારખી જાતે એ બાજુ આવવા ઝુકાવી જ દીધું હતું. તેમની સાથે એક મોટી સેના હતી.
અહીં રાજકુમારી રુકિમણું પણ ભગવાન શ્રીકૃષ્ણના પધારવાની આકાંક્ષાપૂર્વક વાટ જોતી હતી. અને ચિંતા કરતી હતી કે હવે લગ્નની વેળા આવી પહોંચી છતાં નથી તો ભગવાન કૃષ્ણ અહીં પહોંચ્યા અને રાજગાર પણ હજુ અહીં પાછા ફર્યા નથી. આથી તેને વધુ ચિન્તા થવા લાગી, પણ બીજી બાજુ દિલબર દિલને, એટલી ખાતરી પાકી રહેતી હતી કે સારું જ થવાનું છે. તેવામાં જ એક બાજુ ડાબું અંગ ફરકવા લાગ્યું અને બીજી બાજુ ભગવાન કૃષ્ણ મોકલેલા સજપુરોહિત મહેલમાં કુમારી પાસે આવી પહોંચ્યા. માણસને ચહેરો જ કહી આપે તેમ એમને પ્રસન્ન ચહેરો જ કહી આપતો હતો કે “ભગવાન કૃષ્ણ પિતે ત્યાં પહોંચી ગયા છે. અને
જ્યારે ભૂદેવ પાસેથી સાંભળ્યું કે રાજકુમારી! તને ધર્મપત્ની તરીકે લઈ જવાની સઋતિજ્ઞા તેમણે કરી છે' ત્યારે તે રુકિમણુંનું હૃદય આનંદથી નાચી ઊઠ્યું. તે ભાવભયે હૈયે પુસહિતને ચરણે ઝૂકી પડી, જાણે ત્યાગી ભૂદેવને ચરણે દુનિયાભરની લત ઢળી પડી !”