________________
રણછોડે રણ છોડ્યું
ન જાણું બળ સામાનું, સાહસે જે ઝુકાવશે; પરાજિત થઈ પૂરે, પસ્તાશે જ અવશ્ય તે. ૧ અહિંસા સત્યમાં છે ના, પરાજિતપણું કદા; કેમકે આખરે જીતે, અહિંસા-સત્ય સર્વદા. ૨ થયે ક્રમે ક્રમે તેથી, ધર્મરૂપ સુસત્યને ને વિકાસ અહિંસાને, જગમાં ભારતે ઘણે. ૩
બ્રહ્મચારી શુકદેવજી બોલ્યા : –“પરીક્ષિત ! આમ રાજા મુચકુંદ દ્વારા કાલયવનને વધ થયા બાદ એના પર ખુદ ભગવાને કૃપા કરી અને એ રાજા બદરિકાશ્રમમાં તપ દ્વારા ભગવાનની આરાધના કરવા લાગ્યા. પછી ભગવાન શ્રીકૃષ્ણ મથુરાનગરીમાં પાછા ફર્યા ત્યારે જોયું કે કાલયવન તો મર્યો, પણ એ સ્વેચ્છની સેનાએ મથુરાનગરીને ઘેરી રાખી છે. એમણે તે રાજા વિનાની સેનાને હંફાવી વેરવિખેર કરી નાખી તથા તેનું અઢળક ધન લઈ લીધું. તે ધન બળદગાડાંમાં ભરી દ્વારકા જવા નીકળ્યા. જે વખતે મનુષ્યો અને બળદો દ્વારા આ બધું ધન લઈ જવાતું હતું ત્યાં જ મગધરાજ જરાસંધ અઢારમી વાર ત્રેવીસ અક્ષોહિણી સેના સહિત આવી પહોંચ્યો. એ સેનાને વેગ જોઈ ભગવાન કૃષ્ણ અને શ્રી બલરામજી સામાન્ય માનવીની જેમ ધણી રકૃતિ સાથે પગપાળા ભાગી નીકળ્યા. આથી જરાસંધ હસતો હસતો પિતાને રથ અને સેના છેડી એમની પાછળ તે પણ દોડવા લાગ્યો. પરીક્ષિત ! ખરું પૂછો તો જરાસંધને આ બન્નેનાં બલએશ્વર્યનું જરાય ભાન નહોતું, નહીં તો આવી છોકરમત કરત જ નહીં, દેડતાં દોડતાં જાણે થાકયા હોય, તેમ કૃષ્ણ ને બલરામ અને પ્રવર્ષ ણ પર્વત પર ચઢી