________________
૪૬૦
આમ, હજ તે ભગવાન શ્રીકoણ વિચાર કરતા હતા તેવામાં જ ઉપર આકાશમાંથી સૂર્ય સમાન ચમકતા એવા બે રથ આવી પહોંચ્યા, જેમાં યુદ્ધની સારીયે સામગ્રી સુસજિજત હતી. બસ, એ જ સમયે ભગવાન કૃષ્ણનું દિવ્ય અને સનાતન એવું આયુધ પણ હાજર થઈ ગયું ! એ બધું એકીસાથે જોઈને ભગવાન કૃષ્ણ પિતાના મોટાભાઈ બલરામજીને ઉદ્દેશીને કહ્યું : “મોટાભાઈ! આપ મહાન શક્તિશાળી છો, યદુવંશનાં નાનાં-મોટાં સૌ આપના ઉપર જ મીટ માંડી રહેલ છે અને આજે આખાયે યદુવંશ ઉપર આપત્તિને ગંજ ખડકાઈ ગયો છે. જુઓ, આ આપનો રથ છે અને આ આપનું પરમ પ્યારુ આયુધ(શસ્ત્ર) હળમુસળ પણ આવી પહોંચેલ છે. હવે આપ રથ પર સવારી કરી આ મહાન શત્રુસેનાને નિવારી નાખો, અને આપણું સ્વજનેને આ મહાન વિપત્તિથી ઉગારી લે. મારા ભાઈ ! આપણું બનેને જન્મ સાધુજનોના કલ્યાણ માટે જ થયો છે. માટે આ ત્રેવીસેય અક્ષૌહિણી સેનાને જીતીને આ પૃથ્વી પરના વિપુલ ભારને તરત ને તરત નષ્ટ કરી નાખે.
આમ, એ બંને ભાઈઓએ સંતલસ કરી. કવચ ધારણ કરી રથ પર સવાર થઈને તે મથુરામાંથી નીકળી પડ્યા. તે બંને ભાઈઓ પાસે પોતપોતાને લગતાં આયુધે-હથિયારે તો ઉત્તમ હતાં જ, ઉપરાંત સાથે સાથે નાની છતાં મહાકુશલ સેના પણ ચાલી રહી હતી. એમને રથ હાંકનાર દારુક સારથિ પિતે જ હતે. નગરની બહાર નીકળી ભગવાન શ્રીકૃષ્ણ પિતાને પાંચજન્ય શંખ વગાડયો. આ શંખનાદ સાંભળતાં જ આ જરાસંધની ભગીરથ સેનાના તો હાંજા જ ગગડી ગયા! પણ મિથ્યાભિમાની જરાસંધ તે વધુ ભુરા થઈ બેલી ઊઠો : “અરે, અલ્યા કૃષ્ણ ! તું તે એકલે બચી ગયો છે. નર્યા એકલા તારી સાથે મારે યુદ્ધ નથી કરવું, કારણ કે તું તે તારા સગા મામાને હત્યારો છે અને છુપાઈ છુપાઈને