________________
૪૨૮
એમ કહેતી કહેતી તે કુસ્નાએ જાણે બે જણ પૈકી પણ પિતાનું સર્વસ્વ ભગવાન કૃષ્ણને ચરણે ધર્યું હોય તેમ તે બધું ચંદનઅંગરાગ અને પોતાનું હૃદય સુધ્ધાં ધરી દીધું.
ભગવાન કૃષ્ણ અને બલરામે તરત તે અંગે લગાડયું અને ખૂબ શોભવા લાગ્યા. આથી અજાણ છતાં યુગયુગની પિછાન જાણે હોય તેવી મુજ પર એકાએક પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા. ભગવાને એ ત્રણ જગ્યાએ કુબડા શરીરવાળી કુજાના પગ પર પિતાને પગ મૂકી એ કુસુંદરીને બને પંજા દબાવ્યા અને હાથ ઊંચા કરી બે આંગળીઓ એ નારીની ડાઢી પર લગાડી અને તેણીના શરીરને જરાક ઉંચકયું. અહા, પરીક્ષિતજી તરત ચમત્કાર જ જાણે થઈ ગયો ! પહેલાં તે તેણીનાં કમર, છાતી અને ગળું ત્રણેય વાંકાં હતાં. તે બધાં સીધાં અને સમાન બની ગયાં. ભગવાનના સ્પર્શમાત્રથી તે જ પળે એક અતિસુંદર અને મોહક શરીરધારિણે મહિલા બની ગઈ. જો કે પ્રેમ અને કર્મમુક્તિનાય મહાનિયમભૂત એવા ભગવાન માટે આમાં કશી નવાઈ નહોતી જ. કારણ કે તેઓ તે સર્વદેવના પણ પરમ દેવસ્વરૂપ છે !
આવા સુંદર શરીરધારી ભગવાન કૃષ્ણ પર તત્કાળ કુજા એવી તે વારી ગઈ કે રસ્તા પર ભગવાનને દુપટ્ટાને એક છેડે પકડી બેલી ઊઠી: “વીરશિરોમણ! આપ મારે ઘેર પધારી મને પૂર્ણ રીતે પાવન કરે.” ભગવાને મિત કર્યું. કુજા સમજી ગઈ કે પોતા પર પ્રભુ પૂર્ણ પ્રસન્ન થયા છે. પ્રસન્ન થવા છતાં ભગવાન બલરામ અને સાથીઓ સામે આટલું જ મિતપૂર્વક બોલ્યા: “પહેલાં મારે તે અહીં જે માટે હું આવ્યો છું તે કામ કરવું જોઈએ ને ? એમ કહી ભગવાન તે આગળ ચાલવા લાગ્યા, પણ કુજાએ તો કયાંય લગી ભગવાનની ભણી ચોમેરથી જાણે જોયા જ કર્યું ! કારણ કે કુનું શરીર ભલે મુજ પાસે રહ્યું હોય, પણ કુબજાનું દિલ તે કૃષ્ણ - દિલબરમાં હોમાઈ ચૂકયું હતું.”