________________
૪૩૦
જોયું. એ ધનુષ્યને બહુમૂલ્ય અલંકારોથી સજાવેલું હતું. એની ખૂબ પૂજા થયેલી હતી અને ઘણું ઘણું સૈનિકે એની રક્ષા કરતા હતા. એ રખેવાળ સૈનિકોને રોકવા છતાં ભગવાન કૃષ્ણ પરાણે એ ધનુષ્યને ઉપાડી લીધું. ડાબા હાથે એ હેતુપૂર્વક ઉઠાવ્યું, એના ઉપર દેરી ચઢાવી અને એક ક્ષણમાં ખેંચીને વચ્ચે વચ્ચેથી જેમ મદન્મત્ત હાથી શેરડીના ટુકડા કરે તેમ ટુકડા કરી નાખ્યા. એ તૂટવાથી એના શબ્દ પૃથ્વી, દિશાઓ અને આકાશમાં જબરો પડઘો પડ્યો ! એ અવાજ સાંભળી ખુદ કંસ રાજા પણ ભયભીત થઈ ગયો ધનુષ્ય આ રીતે તૂટતાં એના રખેવાળ આતતાઈ અસુરે તે બધા શ્રીકૃષ્ણ અને સાથીઓ પર એવા તે બગયા કે ભગવાન શ્રીકૃષ્ણને ફરતા ઘેરીને ઊભા રહી ગયા અને એમને પકડવાની ઈચ્છાએ બરાડવા લાગી ગયા. બાલવા લાગ્યા : “આને પકડી લે, બાંધી લે, જે જે, જવા ન પામે.” એમનો આ દુષ્ટ અભિપ્રાય જાણ્યા પછી બલરામ અને શ્રીકૃષ્ણને પણ ડોક ક્રોધ તે આવી જ ગયા અને એમણે એ ધનુષ્યના ટુકડા ઉઠાવી એનાથી જ એમને અને એમની કુમક માટે મોકલેલી બીજી સેનાને ખુરદ જ બેલાવી નાખ્યો ! અને એ કામ ઝટ ઝટ પતાવી એ યજ્ઞશાળાના મુખ્ય બારણેથી બને ભાઈ બહાર નીકળી આવ્યા અને ખૂબ મોજ પૂર્વક મથુરાનગરીની શોભા નિહાળતાં નિહાળતાં વિહરવા લાગી ગયા.
જ્યારે નગરીનિવાસીઓએ બંને ભાઈઓના આ અદ્ભુત પરાક્રમની વાત સાંભળી અને એ બેઉ ભાઈઓનાં તેજ, સાહસ તથા અનુપમ રૂપને જોયાં, ત્યારે એ બધાંએ મનથી નક્કી કરી લીધું કે માનીએ કે ન માનીએ પણ ખરેખર આ બે કિશોરે સામાન્ય માનવ નથી, પણ માનવશરીરમાં આવેલા આ ઉત્તમોત્તમ દેવા જ છે ! આ રીતે ભગવાન કૃષ્ણ અને ભાઈ બલરામજી બંને જણ પૂરી સ્વતંત્રતાની સાથે મથુરામાં વિચારવા લાગ્યા. જ્યાં સૂર્યાસ્ત થયો કે