________________
૩૭૮
શબ્દો બોલી સુવડાવી દીધા. શ્યામ અને રામ બને આરામથી પેઢી ગયા. ભગવાન શ્રીકૃષ્ણ આ રીતે પિતાની અનેક લીલાઓ વૃંદાવનમાં
કરતા હતા.
એક દિવસ જ્વાલબાળા સાથે ભગવાન કૃષ્ણ યમુનાતટ પર આવેલા તે વખતે સાથે મોટાભાઈ બલરામ નહતા. તે વખતે જેઠ–અષાઢના ઘામથી ગાયો અને બાળકો અત્યંત પીડિત થઈ રહેલાં, પાણી વિના એમનું ગળું સુકાઈ રહેલું. એથી એમણે જમનાજીનું ઝેરીલું પાણી પી લીધું. પરીક્ષિત ! બસ, જોતજોતામાં તેઓ બધાં નિપ્રાણ શા બની ગયાં, પરંતુ ભગવાન કૃષ્ણ તરત પિતાની અમૃત વરસાવતી દષ્ટિ વડે એમને સજીવન બનાવી મૂક્યાં ! ખરેખર, ત્યારે આ બધાનું રખેવાળ કરનાર એકમાત્ર આ કિશાર-કૃષ્ણ સિવાય ત્યાં હતું પણ એમના સિવાય બીજુ કેણ ? પરીક્ષિતજી ! ચેતના આવ્યા પછી એ બધાં ગોવાળિયા–બાળકે યમુનાતટ પર ઊઠીને બેઠાં થયાં અને આશ્ચર્યચક્તિ થઈ એકમેક પર જોવા લાગ્યાં. એમને એ ખબર તે પડી જ ચૂકી કે તેઓ બધાં ઝેરીલું પાણું પીને મરી ચૂકેલાં. પરંતુ આ એમના બાલસખા શ્રી કૃષ્ણ અમૃતભરી દષ્ટિ ફેંકી એ બધાને જીવતાં બનાવી મૂક્યાં છે. તરત ઉસુક ભાવે બ્રહ્મચારી શ્રી શુકદેવજીને પરીક્ષિત રાજાએ પૂછયું :
ભગવાન ! આપ તે એ બધું સારી પેઠે જાણતા જ હશે, તો કહે ને, ભગવાન શ્રીકૃષ્ણ જમનાજીના અગાધ જલમાં વસતા એ મહા વિષધર કાલિયનાગના ત્રાસથી આખરે બધાંય (નાનાંમોટાં) વ્રજવાસીઓને શી રીતે બચાવી લીધાં ? બીજુ મારે આપ જ્ઞાની પાસેથી એ પણ જાણવું જ છે કે અનેક યુગો સુધી એ કાલિયનાગ જલધર પ્રાણું ન હોવા છતાં જમનાના પાણીમાં એ (જીવ) રહી શી રીતે શક્યો?” આ બધી વાતો ગૂઢ અને છતાં આનંદદાયિની અને શ્રીકૃષ્ણલીલારૂપ સુંદર અને મધુર પણ છે જ. વળી તે જે કે અમૃતથી પણ અધિક સ્વાદિષ્ટ છે, તે ભલે ને વારંવાર આપ કહે, એનાથી